Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરંતુ સૌની ઉપર અભિમાનનો ઓછાયો એવો પડેલો હતો કે સહુ પોત-પોતાના પ્રશ્નોને મનમાં જ દબાવીને બેઠા હતા. પાવાપુરીમાં જયારે આ મહાયજ્ઞનું આયોજન થયું હતું ત્યારે એ જ ક્ષેત્રમાં સર્વજ્ઞ પરમાતમા મહાવીર પ્રભુનું આગમન થયું. દેવોએ સમવસરણની રચના કરી હતી. પ્રભુ મહાવીરને વન્દના કરવા... તેમની અમૃતવાણીને સાંભળવા... દૂર દૂરથી આવી રહેલા વૈમાનિક દેવોને જોઇને મુખ્ય મહાપંડિત ઇન્દ્રભૂતિને એવો ભ્રમ થયો કે આ તેમના યજ્ઞાનુષ્ઠાનનો જ અપૂર્વ મહિમા છે. એમના યજ્ઞમાં યજ્ઞ-ભાગ ગ્રહણ કરવા માટે જ પ્રત્યક્ષ દેવ-ગણનું શુભ-આગમન થઇ રહયું છે. પરન્તુ આ ભ્રમ ક્ષણિક જ રહયો. જયારે આગન્તુક દેવો એમના યજ્ઞ-સ્થાનને વઢાવીને આગળ નીકળી ગયા ત્યારે ઇન્દ્રભૂતિનો ભ્રમ ભાંગીને ભુક્કો થઇ ગયો. ઇન્દ્રભૂતિ વિચારમાં પડી ગયા: કેમ આમ થયું? તેઓ ભૂલ તો નથી કરી રહયા ને? યજ્ઞસ્થળ તો અહીં છે... તેની શું દેવોને ખબર નથી? કેટલે દૂર દૂરથી લોકો આ યજ્ઞમાં સામેલ થવા અહીં આવ્યા છે. અમે અગિયાર વિદ્વાનો... અમારા ચુમ્માળીશસો શિષ્યો ઉપરાંત શંકર, શિવકર, શુભંકર, સીમંકર, ક્ષેમંકર, મહેશ્વર, સોમેશ્વર, ધનેશ્વર, દિનેશ્વર, ગણેશ્વર, ગંગાધર, ગયાધર, વિદ્યાધર, મહીધર, શ્રીધર, વિદ્યાપતિ, ગણપતિ, પ્રજાપતિ, ઉમાપતિ, શ્રીપતિ, હરિશર્મા, દેવશર્મા, સોમશર્મા, વિષ્ણુશર્મા, શિવશર્મા, નીલકō, વૈકુંઠ, શ્રીકō, કાલકણ્ઠ, રક્તકણ્ઠ, જગન્નાથ, સોમનાથ, વિશ્વનાથ, લોકનાથ, દીનાનાથ, શ્યામદાસ, હિરદાસ, દેવીદાસ, કૃષ્ણદાસ, રામદાસ, શિવરામ, દેવરામ, રધુરામ, હરિરામ, ગોવિન્દરામ, વગેરે હજારો બ્રાહ્મણો અહીં ઉપસ્થિત છે. યજ્ઞમંડપમાં કેટલી ભીડ છે! આ બધુ શું એ દેવોને દેખાતું નથી? શું એમના દિવ્ય જ્ઞાનનું દેવાળું નીકળી ગયું છે? સાધારણ માણસો તો અલ્પજ્ઞ હોવાથી આવી ભૂલ કરે... પરંતુ આ તો અવધિજ્ઞાની દેવો છે. તેઓ આવી ભૂલ કઇ રીતે કરે, તે જ સમજાતું નથી.’ એટલામાં આગળ વધતા દેવોમાંથી એક દેવે બીજા દેવને કહયું: “જરા જલદી કરો. ચરમ તીર્થંકર મહાવીરદેવનું સમવસરણ છે. એમના વન્દન કરવામાં રખે ને આપણે પાછળ રહી ન જઇએ!! તેઓ સર્વજ્ઞ પ્રભુ છે. એમનું પૂરેપુરું પ્રવચન અમારે સાંભળવું છે. એવું ના બને કે એમની દેશનાનો એકાદ શબ્દ ર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100