________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
“જો તે વેદવાક્યમાં પુણ્યતત્ત્વનો ઉલ્લેખ નથી, તો નિષેધ પણ નથી જ. એમાં એવું ક્યાં લખ્યું છે કે પુણ્યતત્ત્વ નથી? જો પુણ્યતત્ત્વનું અસ્તિત્વ જ ન હોત કે તો આગળ વધતાં "મુખ્ય પુષ્યેન વર્મળા' આવું વેદવાક્ય શા માટે લખ્યું? જેમ અપવિત્ર કામ કરવાથી પાપ થાય છે, તેમ પવિત્ર કામ કરવાથી પુણ્ય પણ થાય છે.
“આત્મા નિત્ય છે. તે અનિત્ય શરીર દ્વારા સંસારમાં ભટકતો સચિત પુણ્ય અને પાપના આધારે સુખ અને દુ:ખ ભોગવે છે.
જયારે જયારે વ્યક્તિ પુણ્ય કર્મ કરે છે, ત્યારે ત્યારે એની પડો આત્મા ઉપર જામી જાય છે. અને જયારે જયારે માણસ પાપકર્મ કરે છે, ત્યારે ત્યારે એની પણ પડો આત્મા ઉપર ક્રમશ: જામતી જાય છે. નવા જન્મમાં શરીર તો નવું મળે છે. પરંતુ પુણ્ય અને પાપની પડો થી યુક્ત આત્મા તો તેજ રહે છે. એ ભવમાં જયારે પુણ્યની પડો ખુલે છે (પુણ્યનો ઉદય થાય છે.) ત્યારે આત્માને અનુકુળ પરિસ્થિતિઓની સાથે સાથે સુખ પ્રાપ્ત થાય છે. અને જયારે પાપની પડો ખુલે છે ત્યારે આત્માને પ્રતિકૂળ પરિસ્થિતિઓની સાથે સાથે દુ:ખ પ્રાપ્ત થાય છે.
જેમ પાપનું ફળ ભોગવવું અનિવાર્ય છે. અનિવાર્ય છે. એક લોખંડની બેડી છે તો બન્ને જ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમ પુણ્યનું ફળ ભોગવવું પણ બીજી સોનાની. પરંતુ બંધન તો
“જેમ પોતાના ખુલ્લા શરીર પર તેલની માલિશ કરીને કોઇ વ્યક્તિ સડક પર બેસી જાય તો તેલના પ્રમાણે પુણ્ય અને પાપની રજ ચોંટયા કરે છે. જે રાગ-દ્વેષથી મુક્ત બની જાય છે, એના આત્મા પર કર્મની રજ ચોંટતી નથી. “પાપનો સંપૂર્ણ ક્ષય થવા છતાં પણ આત્મા ઉપર પુણ્યની રજ ચોંટેલી હોય તો એને ભોગવવા માટે આત્માને દેવલોકમાં જન્મ લેવો પડે છે. આથી આ તારો ભ્રમ છે કે કેવળ પાપ તત્ત્વ જ માનવાથી કામ ચાલી જાય છે.”
આ રીતે પ્રભુના વચનો દ્વારા સન્દેહ દૂર થઇ જતાં અચલભાતાએ પણ પોતાના વિદ્યાર્થી-સમૂહની સાથે પ્રભુના ચરણોમાં જાતને અર્પણ કરી દીધી અને ચારિત્ર લીધું.
અચલભાતાને પ્રભુએ “ત્રિપદી” આપી. એના આધારે તેમણે “દ્વાદશાંગી”ની રચના કરી. પ્રભુએ તેમને નવમા ગણધર તરીકે પ્રતિષ્ઠિત કર્યા.
अथ परभव सन्दिग्धं,
मेतार्य नाम पण्डितप्रवरम् ।
૭૪
For Private And Personal Use Only