Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 91
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir उचे विभुर्यथार्थ, वेदार्थ किं न भावयसि? પિછી... જેમને પરલોકના અસ્તિત્વના વિષયમાં સન્દહ હતો, એ પંડિત પ્રવર મેતાર્યને પ્રભુએ કહયું: “વેદોનો વાસ્તવિક અર્થ તમે કેમ સમજી શકતા નથી? વાસ્તવિક અર્થ સમજવાથી જ તમારા મનનો સદેહ દૂર થઈ શકશે. નહિ તો નહિ.] દસમા મહાપડિત મેતાર્ય પણ પોતાના ત્રણસો વિદ્યાર્થીઓના સમુદાયની સાથે પ્રભુના સમવસરણમાં પહોંચી ગયા. ત્યારે પ્રભુએ તેમને કહયું: “હે મેતાયી તને પરલોક છે કે નહિ? તેવી શંકા છે ને? આ શંકા તારા મનમાં જે વેદના, પદોના કારણે ઉત્પન્ન થઈ છે. તે આ પ્રમાણે છે: "विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवाऽनुविश्यति, न ત્યdiડલિ. " [વિજ્ઞાનઘન (આત્મા) પૃથ્વી વગેરે પાંચ મહાભૂતોમાંથી ઉત્પન્ન થઈને તેમાં જ વિલીન થઈ જાય છે. મર્યા પછી કોઈ સંશ (અસ્તિત્વ) હોતું જ નથી.] પરંતુ આ વેદ-વાક્યનો વાસ્તવિક (સાચો) અર્થ આ છે કે જ્ઞાનના પર્યાયો શેયના પરિવર્તનની સાથે સાથે પરિવર્તિત થયા કરે છે. આ વેદના વાક્યમાં પરલોકનો નિષેધ નથી. એક અનુમાન પ્રમાણે છે: "ગતિ પરોવર, ચાચાનુvછેઃ " પરલોકનું અસ્તિત્વ છે. કેમકે ઈહલોક (આ વર્તમાન ભવ ની અન્યથા ઉપતત્તિો સંભવ નથી. અર્થાત્ આ વર્તમાન ભવ તેના વગર ઘટી શકતો નથી. આ લોક છે તે પરલોક પણ હોવો જોઈએ. જેમ તમે છો તો તમારા પૂર્વજ (પિતા, પિતામહ વગેરે) પણ હોવા જ જોઈએ. બાળક જન્મ પામતાં જ સ્તનપાનને માટે પ્રવૃત્ત થાય છે. સ્તનપાનનું શિક્ષણ એને કોણે આપ્યું? અમુક ઉમર થતા વાસનાની પ્રવૃત્તિ એ પણ પૂર્વભવના સંસ્કારોનું પરિણામ છે. “પૂર્વ-ભવ ન માનતા જીવોની સ્થિતિમાં જે વિષમતા છે, એનું કારણ કોઈ પણ રીતે ઘટી શકતું નથી. પૂર્વભવમાં બાંધેલા શુભ અને અશુભ કર્મો જ તે વિષમતાનું કારણ છે. આથી જ પૂર્વભવ છે. અને જો પૂર્વભવ છે તો પરભવ ૭૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100