Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 95
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આનું રહસ્ય જેવું મેં ગુરુદેવો દ્વારા સાંભળ્યું છે કે તે તમારી સમક્ષ રજૂ કરું જયારે જયારે શ્રીજિનેશ્વર ભગવાનને પૂછવામાં આવે કે કેટલાજીવોમોક્ષમાં ગયા? ત્યારે ત્યારે બધા જ તીર્થકરો એક જ ઉત્તર આપે છે: “નિગોદનો અનત્તમો ભાગ જ હજી સુધી મોક્ષમાં ગયો છે.” પિત્ત નિરોત્ત अणन्तभागो य सिद्धिगओ] આપ જાણો છો કે પહાડની ટોચ વરસાદના પાણીથી ઘસાઈ ઘસાઈને રેતી બની જાય છે. બનેલી આ લાખો ટન રેતી નદીઓમાં આવતા પૂરમાં વહી વહીને હજારો વર્ષોથી સમુદ્રમાં જઈને ભેગી થતી રહે છે. પરંતુ આપે શું કદી પણ એવું બનેલું જોયું કે અમુક પર્વતનું શિખર ઘસાઈ ઘસાઈને ગાયબ થઈ ગયું અથવા આઠ-દસ ફૂટ ઓછું થઈ ગયું? શું આપે કદી પણ એવું બનેલું જોયું છે કે સમુદ્ર રેતીથી ભરાઈ ગયો? એ રીતે એનામાં હવે વધારે રેતીને ભરાવવા માટે જરાયે ખાલી જગ્યા રહી નથી? બરાબર એ જ રીતે પર્વતની જેમ સંસાર જીવોથી ખાલી થતો નથી; અને સમુદ્રની જેમ મુક્ત જીવોથી મોક્ષ ભરાઈ જતો નથી. એક દીવાનો પ્રકાશ આખા રૂમમાં ફેલાઈને રહે છે. જો એમાં ક્રમસર સો દીવા ઉમેરતા જઈએ તો પણ એના પ્રકાશોમાં પરસ્પર સંઘર્ષ થતો નથી. એક પ્રકાશમાં બીજા-બીજા પ્રકાશનું મિલન થતું જ રહે છે. બરાબર આ જ રીતે મોલમાં પહોંચનારા મુક્ત આત્માઓ પોતાની પહેલા પહોંચેલા મુક્તાત્માઓની અનન્ત જયોતિમાં વિલીન થતા રહે છે. સ્થાન મેળવવા માટે એ બધામાં પરસ્પર કોઈ સંઘર્ષ કે ભીડ થતી નથી. નિવણિ (મોક્ષ) સંબંધી પોતાની શંકાનું નિવારણ થતાં જ પ્રભાસજીએ પણ પ્રભુ મહાવીરના ચરણે આત્મસમર્પણ કરી દીધું અને પોતાના ત્રણસો વિદ્યાર્થીઓની સાથે દીક્ષા લીધી. પ્રભુ દ્વારા પ્રાપ્ત “ત્રિપદી”નું જ્ઞાન મેળવીને તેમણે પણ 'દ્વાદશાંગી”ની રચના કરી. પ્રભુએ અગિયારમાં ગણધર તરીકે તેમને પ્રતિષ્ઠિત કર્યા. આ ગણધરવાદના ફળ રૂપે ચરમ (છેલ્લાં) તીર્થંકર પ્રભુશ્રી મહાવીરદેવને એક જ દિવસમાં કુલ ૪૪૧૧ (ચાર હજાર ચાર સો અગિયાર) શિષ્યરત્નોની સંપદા પ્રાપ્ત થઈ. પ્રભુના ચરણોમાં આપણી કોટિશ: વન્દના! - : સમાપ્ત : – ૭૯ ધ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100