Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 96
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સત્ય સતી અને સત્ય આ બન્નેનો સ્વભાવ એક જેવો જ હોય છે. બન્ને જીવનની ઉજ્જવળતાને પસંદ કરે છે. જેમ ખુલ્લી છતવાળા મકાનમાં જ સૂર્યનો પ્રકાશ પડે છે અને હવાનો પ્રવેશ પણ થાય છે. એ જ રીતે આગ્રહથી મુક્ત ખુલ્લા હૃદયમાં જ સત્યનું દર્શન થઈ શકે છે. સત્ય... દૂધ જેવું ઉજ્જવળ, આકાશ જેવું વિશાળ, જળ જેવું શીતળ, અને Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃત જેવું મધુર હોય છે. હીરો જેમ પૃથ્વીનો પેટાળમાંથી મળે છે. મોતી જેમ સાગરની ગહરાઇમાંથી મળે છે. એ જ રીતે સત્ય હૃદયના ઊંડા ચિંતન દ્વારા જ પ્રાપ્ત થાય છે. ભય ભાગી જાય છે. અજ્ઞાની મનુષ્ય જ્ઞાનીની સંગતિ (સોબત)માં જવાથી ડરે છે. ભોગીઓ વૈરાગીઓની સોબત કરતાં મોં મચકોડે છે. એમના મનમાં અનેક જાતના સંશય અને ભય છવાયેલા રહે છે કે: “ન જાણે ત્યાં શું થશે? સંસાર જ છૂટી જશે કે ખાવા-પીવાનું પણ તે છોડાવી દેશે?” પરંતુ... એક વાર જે એ સોબતને માણે છે... સંગ કરે છે જ્ઞાનીનો કે વૈરાગીનો; અને એમના વરદાન-સ્વરૂપ આશીર્વાદ પામી જાય છે, એનો ભય માઇલો દૂર ભાગી જાય છે અને એ આનન્દ-વિભોર બની જાય છે. ८० For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100