Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 58
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મા સંસારમાં સ્વયં (જાતે) જ કર્મને બાંધે છે. અને જાતે જ તેના ફળને પણ ભોગવે છે. જાતે જ સંસારમાં ભટકે છે અને જાતે જ મુક્તિને પામે છે.] ઘરમાં જુઓ.... એક જ માતા-પિતાના ચાર બાળકો હોવા છતાં દરેકના સ્વભાવ જુદા જુદા હોય છે. આકૃતિ જુદી જુદી હોય છે. એમના વિચાર અને આચાર જુદા જુદા હોય છે. એમની બુદ્ધિમત્તા પણ જુદી જુદી હોય છે. આનું કારણ શું? આનું કારણ છે કમી મનુષ્ય વિચારે છે શું અને બને છે શું? બન્ને વચ્ચે મેળ બેસતો નથી. દરેક માનવ એમ ઈચ્છે છે કે હું સર્વત્ર સ્વતત્ર, સાર્વભૌમ સમ્રાટુ બની જાઉ. પણ આખી જિદંગી એ પરતત્રતામાં જ વીતાવે છે. માણસ તન્દુરસ્તી ચાહે છે અને બને છે એવું કે એ કયારે બિમાર પડી જાય છે એનો એને ખ્યાલ જ રહેતો નથી. પૂરી જિંદગી બિમારીને ભોગવતાં ભોગવતાં પસાર થઈ જાય છે. આ બધા પાછળ કોઈક કારણ તો હોવું જ જોઈએ ને? કર્મ એ જ કારણ છે. આ કાર્ય પરમાત્માનું નથી. એ નો સર્વશન્સર્વદર્શી છે. આથી તેઓ કેવળ જાણે છે અને જુએ છે. સંસારમાં રહેલા પ્રાણીઓને સુખ-દુઃખના ચક્કરમાં સપડાવવાની ખટપટમાં એ પડતા નથી. આ કાર્ય કરે છે માત્ર કમી કહયું છે કે. ''લે નવા વસ, રહ રાખ કમંત !" ચૌદ રાજલોકમાં બધા જીવો કર્મથી વશીભૂત થઈને બ્રમણ કર્યા કરે છે. ગોસ્વામી સંત તુલસીદાસે પણ પોતાના વિખ્યાત ગ્રન્થ ‘રામચરિત માનસમાં કહયું છે: कर्मप्रधान विश्व करि राखा, जो जस करहि सो तस फल चाखा. સંપૂર્ણ વિશ્વ કર્મપ્રધાન છે. જે જેવું કર્મ કરે છે, એવું ફળ ભોગવે છે. જગતની તમામ વ્યવસ્થાનો આધાર છે કમી તમારો જન્મ પણ તમારા હાથમાં નથી. શું તમે મુહૂર્ત જોઈને આ દુનિયામાં આવ્યા હતા? ના. શું પરલોકમાં જતી વખતે પણ તમે મુહૂર્ત જોઈને જશો; કે ભાઈ! આજે મુહૂર્ત સારું નથી એટલે કાલે મરીશ? લોકો તમને પૂછયા વગર જ તમને રમશાનમાં લઇ જશે અને સળગાવી દેશે ૪૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100