Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 56
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org એના ચક્કરમાં ફસાવાનો નથી. હમણાં જ જઇને હું એની સાન ઠેકાણે લાવું છું. અને શાસ્ત્રાર્થમાં પરાજિત કરીને એ ધૂર્તના પંજામાંથી મારા મોટાભાઇને છોડાવી લાઉં છું. Acharya Shri Kailassagarsuri Gyanmandir પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરીને એ પણ સમવસરણ તરફ ચાલી નીકળ્યા. એમના પાંચસો શિષ્યો પણ પોતાના ગુરુની સાથે જ ચાલી નીકળ્યા. જેવા તેઓ સમવસરણના પરિઘમાં પ્રવેશ્યા તેવા જ તેમના મનોવિકારો ગાયબ થઇ ગયા. સાધના આત્મા આ રીતે જ પ્રકાશિત થાય છે. પરંતુ આપણને આવો અનુભવ કદી થયો નથી. કારણ કે અનુભવ તેને જ થાય છે કે જે પ્રયોગ કરે છે. ઇલેક્ટ્રીક ગ્લોબમાં એક નાનકડો વાયર (તાર) હોય છે. આ નાનકડો તાર ગરમ થવાથી સ્થિર પ્રકાશ આપે છે. એ તારની ધાતુ શોધવા માટે વૈજ્ઞાનિક એડિસને તેત્રીસ હજાર પ્રયોગો કરવા પડયા હતા. ત્યારે છેવટે અને સફળતા મળી. જયારે એક ભૌતિક વસ્તુને, એક બે ઈંચના વાયરને, સિદ્ધ કરવા માટે તેત્રીશ હજાર પ્રયોગોની જરૂર પડે છે, તો પછી આત્માને સિદ્ધ કરવા માટે કેટલા પ્રયોગોની જરૂર પડે? સામાયિક, પ્રતિક્રમણ, જપ, તપ, ધ્યાન, કાયોત્સર્ગ, સ્વાધ્યાય આ બધા જ પ્રયોગો છે; આત્મશુદ્ધિને પામવા માટેના! મહિર્ષ અરવિંદ ઘોષ ચાળીશ વર્ષ સુધી એક કોટડીમાં એકલા બેસી રહયા. જયારે જગત્ સાથે સંબંધ તોડી નાખ્યો ત્યારે તેમને આત્માન્વેષણમાં સફળતા પ્રાપ્ત થઇ. આપણે તો જગત પણ જોઇએ છે, અને આત્મા પણ. શેઠ મફતલાલ એક વાર અઞદાવાદથી મુંબઇ ગયા. ચોમાસાનો સમય હતો. જેમને ત્યાં ઉતર્યા હતા એ ણે સૂચના આપી કે આ મુંબઇ છે! અહીં દરેક વસ્તુની ડબલ કિંમત જ બતાવાય છે. એટલે કાંઇ પણ ખરીદવું હોય તો સાવધાન રહેજો. દા.ત. દુકાનદાર જો કોઇ વસ્તુના સો રૂપિયા કહે તો પચાસ રૂપિયામાં ખરીદવાની તૈયારી બતાવવી. શેઠ મફતલાલે આ વાતની મનમાં ગાઠ બાંધી લીધી. એક બપોરે બજારમાં ફરવા નીકળ્યા. ત્યાં જ અચાનક વાદળાં છવાઇ ગયાં અને ઝરમર ઝરમર વરસાદ શરૂ થઇ ગયો. છત્રી હતી નહિ. એટલે લેવાની ઇચ્છા થઇ. પહોંચ્યા એક છત્રીવાળાની દુકાને. અને એક છત્રી પસંદ કરી. એની કિંમત પૂછી દુકાનદારે આઠ રૂપિયા કહયા. એટલે શેઠે કહયું: “ચાર રૂપિયામાં આપવી છે?” ४० For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100