Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 77
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જોઈએ.” શંકાનું સમાધાન થતાં જ વાયુભૂતિએ પણ પાંચસો વિદ્યાર્થીઓની સાથે પ્રભુને આત્મ-સમર્પણ કરી દીધું અને દીક્ષા લીધી. પ્રભુએ “ત્રિપદી” નું જ્ઞાન આપીને તેને પોતાના ત્રીજા ગણધરપદે પ્રતિષ્ઠિત કર્યા. “ત્રિપદી” (ઉપ વા વિગમેઈ વા અને ધુવેઈ વા) ના આધાર ઉપર વાયુભૂતિએ પણ દ્વાદશાંગીની રચના કરી. ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ આ ત્રણે સહોદર (એક જ માતાના સંતાન) ભાઈ હતા. દિગ્ગજ પડિત હોવા છતાં પણ પોત-પોતાની શંકાનું સમાધાન થઈ જતાં એ ત્રણેએ પ્રભુ મહાવીરનું શિષ્યપણું સ્વીકારી લીધું છે. આ વાત ચોથા પંડિત વ્યક્તને જયારે સાંભળવા મળી કે તરત જ પ્રસન્નતાપૂર્વક એણે પણ પોતાના પાંચસો વિદ્યાર્થીઓની સાથે સમવસરણ તરફ પ્રયાણ કર્યું. પ્રભુએ કહયું: “વ્યક્ત! જે વેદ-વાક્યના આધાર પર પંચ મહાભૂતના અસ્તિત્વના વિષયમાં તને સંદેહ થયો છે, તે વાક્ય આ પ્રમાણે છે: स्वप्नोपमं वै सकलं इत्येष ब्रहमाविधिरज्जसा विशेयः ॥ [ચોક્કસપણે આ બધું જ સ્વપ્ન સરખું છે, આ બહમ (પરમાત્મા) ને પ્રાપ્ત કરવાની વિધિ શીઘ સમજવા જેવી છે.] “આ વાક્યથી તું એમ સમજી બેઠો છે કે પૃથ્વી વગેરે પાંચ મહાભૂત સ્વપ્નની જેમ અસત્ છે. અવિદ્યમાન છે. ગલત છે. કેમકે જેમ સ્વપ્ત પણ દેખાય છે છતાં સાચું હોતું નથી. એ જ રીતે પાંચ મહાભૂત પણ દેખાતા ભલે હોય પરંતુ એમનું અસ્તિત્વ નથી. “સાથે જ વેદમાં વળી “ચ્છી , રેલ(પૃથ્વી દેવરૂપ છે. જલ દેવરૂપ છે.) વગેરે વાક્યો દ્વારા પૃથ્વી વગેરે પાંચે ય મહાભૂતોની સત્તા (અસ્તિત્વ)નું પ્રમાણ પણ મળે છે. “આ સ્થિતિમાં સાચું શું? પાંચ મહાભૂતોનું અસ્તિત્વ છે કે નથી? આવી શંકા તારા હૃદયમાં વર્ષોથી છુપાયેલી રહેલી છે. બરાબર છે ને?” વ્યક્ત બોલી ઊઠયા: “હા... હા.. પ્રભો! આ જ શંકા ખરેખર મારા મનમાં છુપાયેલી છે, જે મને પરેશાન કરી રહી છે. એનું નિરાકરણ કરીને આપ મારા ઉપર ઉપકાર કરો.” ત્યારે પ્રભુએ કહયું “વ્યક્તી "વનો મં તે સજ" વગેરે જે વેદવાક્ય છે, એમાં જગતના કંચન, કામિની (સ્ત્રી), શરીર વગેરે પદાર્થોની ૬૧ Cો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100