Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 84
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮) સાત્વિક સ્ત્રી-પુરુષોની ધાર્મિકતાની પરીક્ષા માટે. આવા જ પ્રયોજનોના લીધે દેવો કયારેક કયારે અહીં આવે છે. નહીંતર નહિ.” પ્રભુનું વચન સાંભળીને મૌર્યપુત્ર સંશય રહિત બન્યા. આજે પણ લાખો માણસોને દેવોના વિષયમાં સંશય છે. તે સંશય ત્યારે મટી જાય છે; જયારે કોઇ ચમત્કાર દેખાડનાર મળી જાય છે. સાધનાથી જ સિદ્ધિ મળે છે. મારા એક મિત્ર છે. એમણે સેંકડો વ્યક્તિઓની સામે એક પ્રયોગ કરી દેખાડયો. પચ્ચીશ-ત્રીસ ફુટ દૂર એક મોટું વાસણ રાખવામાં આવ્યું. વાસણ બિલકુલ ખાલી હતું. કોઇએ પોતાના ઘરેથી લાવીને રાખેલું હતું. પછી તે બોલ્યા: “જેને જે વસ્તુની જરૂર હોય, તે માંગી લે.’ દસ માણસોએ અલગ-અલગ દસ વસ્તુઓ માંગી. મિત્રના કહેવાથી એક કપડા દ્વારા એ વાસણ ઢાંકી દેવામાં આવ્યું હતું. એક સેકન્ડ પછી કહેવામાં આવ્યું કે: ‘કપડું હટાવીને જેણે જેણે જે જે વસ્તુ માંગી છે, તેને તેને તે તે વસ્તુ આપી દો.’ એ મોટા વાસણમાં તે દસે વસ્તુઓ હાજર હતી; જેની પહેલાં માંગણી કરવામાં આવી હતી. ત્યાંના એડિશનલ કલેક્ટર પણ એ પ્રયોગ જોઇ રહયા હતા. તેઓ બોલ્યા: 66 આ કોઇ ટ્રિક (ચાલાકી) પણ હોઇ શકે છે. જો તમે મારી ઇચ્છિત વસ્તુ મંગાવી આપો તો હું માનું કે દેવ તમારા વશમાં છે.)) મિત્રે કહયું: “કહો. આપ કઇ ચીજ મંગાવવા ચાહો છો?” કલેકટરે કહયું: “મારી અમુક ચીજ ઘરના. સેફમાં રાખેલી છે અને તેની ચાવી મારી પાસે છે. શું આપ તેને અહીં મંગાવીને બતાડી શકશો?” મિત્રે માંડ અડધી મિનિટ ધ્યાન લગાવ્યું હશે અને પોતાની મુટ્ઠિ ખોલીને બતલાવતાં કહયું: “આ જ ચીજને, તમારી?” એમણે તરત કાન પકડયા અને તેઓ નાસ્તિક મટીને આસ્તિક બની ગયા. આ તો મારી આંખો સામેની ઘટના છે. મિત્રે મને સારી બાબત સરસ રીતે સમજાવી. બહુ જ સરળ પ્રક્રિયા છે; જેમાં બહુ થોડી સાધનાની જરૂરત પડે છે... માત્ર અમે અમારી સાધુજીવનની મર્યાદાના કારણે તે બધું કરી શકતા નથી. એક ઉદાહરણ રાષ્ટ્રપતિ-ભવનનું છે. આ સન ૧૯૫૪ની ઘટના છે. જે ૬૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100