Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 87
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેનો (મૃતકનો) આત્મા શાન્ત થઇ ગયો. ચિરાગથી તે સંતુષ્ટ બની ગયો. આવા તો ઘણા પ્રસંગો છે. કેટલા તમને સંભળાવું? જો કોઇ એવો પરિચિત માણસ મળવા આવી ચઢશે, તો હું તમને તે ‘પ્રેકટીકલ’ દેખાડીશ. પોતાની આંખો દ્વારા ચમત્કાર જોયા બાદ તમને સહુને દેવોના અસ્તિત્વ ઉપર વિશ્વાસ જામી જશે. દેવોના અસ્તિત્વના વિષયમાં સંશય દૂર થતાં જ શ્રી મૌર્યપુત્રે પણ પોતાના સાડા ત્રણસો વિદ્યાર્થીઓની સાથે પ્રભુના ચરણોમાં તેમનું શિષ્યપણું સ્વીકારી લીધું. અને પ્રભુ દ્વારા અપાયેલી “ત્રિપદી”ના આધાર ઉપર એમણે પણ “દ્વાદશાંગી”ની રચના કરી. પ્રભુના સાતમા ગણધર-પદે શ્રી મૌર્યપુત્રજી પ્રસ્થાપિત થયા. આઠમા પંડિત અપિતજી પણ સમવસરણમાં પહોંચ્યા. પ્રભુએ તેમને કહયું: “હે અપિત! “મ હૈં કૈ ત્વ નજે નાગર-સન્તિ” [મર્યા પછી નરકમાં નારક નથી.] અને "નારો વૈ ણ ગાવતે ઃ શુરાન્તમન્નાતિયા'' [જે શુદ્રનું અનાજ ખાય છે, તે નારક બને છે.] આવા બે પરસ્પર વિરોધી વેદ-વાક્યોના કારણે તારા મનમાં આ સંશય ઉત્પન્ન થયો છે કે વાસ્તવમાં નારક (નરકમાં રહેનારો જીવ) હોય છે કે નથી હોતો? બરાબર છે ને?” અપિતજી બોલ્યા: “હા... પ્રભો! આપ તો મારા હૃદયમાં રહેલી માત્ર શંકા જ નહિ પરંતુ તે શંકાનું કારણ પણ જાણો છો. આપ ખરેખર સર્વજ્ઞ છો. મારી શંકાનું નિરાકરણ કરીને આપ મને ઉપકૃત કરો.” - પ્રભુએ કહયું: “આ વેદ-વાક્યનો આશય એ છે કે, નરકમાં નારકોના જીવન પણ શાશ્વત નથી. કર્મના ફળને ભોગવી લીધા બાદ એમને નરક છોડવી પડે છે. “આનો આશય આ પણ છે કે નારક (નરકનો જીવ) મૃત્યુ પામીને નારક બનતો નથી. જે રીતે અત્યંત પુણ્ય કરીને તેનું ફળ ભોગવવાનું સ્થાન દેવલોક છે, તે જ રીતે અત્યન્ત પાપો કરી-કરીને તેનું ફળ ભોગવવાનું સ્થાન નરક છે. “વળી ઇન્દ્રિય- પ્રત્યક્ષની અપેક્ષાએ અતીન્દ્રિય પ્રત્યક્ષ વધારે પ્રામાણિક હોય છે. મકાનનો ઝરોખો કશું નથી જોતો; મકાનનો માલિક જ જુએ છે. જેને અતીન્દ્રિય-પ્રત્યક્ષ થયું છે, તેઓ જ નરકનું વર્ણન કરે છે. “બીજી વાત આ છે કે હંસ સિંહ વગેરેનું પ્રત્યક્ષ બધાને કાંઇ આસાનીથી ૭૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100