________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તે નાના બાળકને લખતા તો આવડતું જ ન હતું. પરંતુ બોલવામાં પણ તે અશુદ્ધિ કરતો હતો. પરંતુ વેદોના પાઠ તે બહુ જ શુદ્ધ બોલતો હતો. પૂર્વ ભવના સંસ્કારોનો આ પ્રભાવ હતો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રસંગ દ્વારા આત્માની નિત્યતા અને એના પુનર્જન્મની સિદ્ધિ થાય છે. એક ઘટના મહારાષ્ટ્રની સાંભળો.
કોલ્હાપુરની પાસે ઇચલકરજી નામના ગામમાં એક શ્રાવક રહેતા હતા: શ્રી રુપચંદજી. તેઓ સાંગલી-બેંકના ડાયરેક્ટર હતા. ભણેલા-ગણેલા અને બુદ્ધિમાન માણસ હતા. એમણે એક નવું મકાન બનાવડાવ્યું હતું; રહેવા માટે જ. જયારે બહાર ફરવા માટે મકાનની બહાર સઘળા લોકો નીકળી જતા ત્યારે એમના ભવનમાં (મકાનમાં) અચાનક આગ લાગી જતી. આ રીતે હજારો રૂપિયાની કિંમતનો સામાન બળી ગયો હતો.
નિપાણીના નિવાસી ડી.સી. શાહે મને કહયું: “મહારાજ! શ્રી રુપચંદજીના નવા બંગલામાં કોઇ ભૂત-પ્રેતનું ચક્કર છે. એનો આપ કોઇ ઉપાય કરો. જેથી નિર્ભય અને નિશ્ચંત બનીને તેઓ શાંતિથી ત્યાં રહી શકે.”
મારા જીવનમાં પહેલા આવો કોઇ પ્રસંગ આવ્યો ન હતો. તો પણ હું ત્યાં ગયો. મોટો આલિશાન બંગલો હતો. શ્રાવક રુપચંદએ બળેલી ચીજો બતાવી. એમણે કહયું: “આ ઉપદ્રવથી અમારા પિરવારને કોઇ તકલીફ નથી. પરંતુ જેવા અમે રૂમ બંધ કરીને બહાર જઇએ છીએ કે અચાનક જ ચીજવસ્તુઓમાં આગ લાગી જાય છે. ફર્નિચર બળી ગયું. ટી.વી. સળગી ગયું. પાસપોર્ટ ગુમ થઇ ગયો. ઘણું નુકસાન થયું છે. અમે જો અહીં રહેવાનું છોડી દઇએ તો આટલા સુન્દર બંગલાને કોઇ એક રૂપિયામાં પણ ખરીદવા તૈયાર નહિ થાય. આથી અમારે જ અહીં રહેવું પડે છે.”
મેં કહયું: “આપની ભૂમિ અશુદ્ધ હશે અથવા અહીં કોઇની લાશ દટાયેલી હશે. તમે તપાસ ચલાવો અને આ વાતની માહિતી મેળવો.’’
મ્યુનિસિપાલટીના જુના રેકોર્ડો જોતા એ વાતનો પત્તો લાગી ગયો... ખરેખર એ જગ્યાએ કોઇની કબર દટાયેલી હતી. મારું અનુમાન સાચું નીકળ્યું. મેં તેમને કહયું: “શાંતિસ્નાત્ર ભણાવડાવો અને એક ચબૂતરો બનાવડાવીને એના પર ચિરાગ જલાવો. ચિરાગથી પીર-ફકીરો બહુ ખુશ થતા હોય છે. એનાથી એના આત્માને સંતોષ થઇ જશે.”
બરાબર એ જ ઉપાય અજમાવાયો. ઉપદ્રવ બંધ થઇ ગયો. શાન્તિસ્નાત્રથી
৩০
For Private And Personal Use Only