Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 83
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org “આયુષ્ય પૂરું થતાં દેવલોક અનિવાર્યપણે છૂટી જ જાય છે. પરંતુ આ વાતને "ને નાનાતિ?' કોણ જાણે છે? કોણ આના ઉપર ધ્યાન આપે છે મોટા ભાગના લોકો તો દેવલોકને પામવા માટે જ જીવન-ભર શાસ્ત્રવિહિત પુણ્યકાર્ય કરતા રહે છે. શાશ્વત સુખને આપનાર મોક્ષને માટે ઘણા ઓછા લોકો ધર્મ કરતા હોય છે. જેઓ દેવલોકની અનિત્યતાને ઓળખે છે, તેઓ જ મોક્ષ માટે ધર્મની આરાધના કરે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir “દેવલોકની પ્રાપ્તિ કયા કયા કાર્યોથી થાય છે? એનું વિસ્તાર-પૂર્વકનું વિધાન વેદોમાં મળે છે. તેથી તે પણ દેવલોકના અસ્તિત્વનું જ એક પ્રમાણ છે. સંસારમાં સર્વથા સુખી કોઇ નથી. સુખ પણ છે. અને દુ:ખ પણ છે. સુખ પુણ્યનું ફળ છે. અને દૂ:ખ પાપનું. એકલા પાપોનું ફળ ભોગવવા માટે નરક છે. એજ રીતે એકલા પુણ્યોનું ફળ ભોગવવા માટે પણ કોઇ સ્થાન હાવુ જોઇએ. એ જ સ્વર્ગ છે. મૌર્યપુત્ર કહે છે: “પ્રભો! દેવો તો સ્વેચ્છવિહારી હોય છે. તો પણ અહીં (માનવલોકમાં) પ્રાયઃ આવતા જ નથી. એનું કારણ શું?” ત્યારે પ્રભુ મહાવીરદેવ જવાબ આપે છે: “હે મૌર્યપુત્ર! અહીં વારંવાર ન આવવા માટે દેવોને અનેક કારણો છે. મુખ્ય કારણો આ છે: (૧) અહીં (માનવલોકમા) આવવા માટે ખાસ પ્રયોજન વારંવાર હોતું નથી. (૨) સ્વર્ગલોકની તુલનામાં (સરખામણીમાં) મર્ત્યલોક એમને ગમતો નથી. આ લોક તો તેમને દુ:ખો અને દુર્ગન્ધથી ભરેલો લાગે છે. મૌર્યપુત્ર પૂછે છે: “પ્રભો! તે કયા કારણો છે કે જે કારણોએ દેવ અહીં આવે છે. પ્રભુ કહે છે: “વત્સ! દેવોને આવવા માટેના કેટલાક કારણો આ પ્રમાણે છે: (૧) તીર્થંકરદેવોના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણ વગેરે મહોત્સવને ઉજવવા માટે. (૨) સમવસરણની રચના માટે. (૩) કેવળજ્ઞાનીઓને પૂછીને પોતાનો સંશય મિટાવવા સારું (૪) મમતાના કારણે પૂર્વભવના સગા-વહાલાને મળવા માટે. (૫) કોઇને આપેલા વચનને પૂરું કરવા માટે. (૬) વિશિષ્ટ તપ, અનુષ્ઠાન, મન્ત્ર વગેરેને આધીન હોવાથી ભક્તોને મળવા માટે. (૭) ક્રીડા અને કૌતકને માટે. ૬૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100