Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 57
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દુકાનદાર શ્રાવક હતો. એણે વિચાર્યું કે આ કોઇ બહારગામનો સાધર્મિક બંધુ લાગે છે. પર્યુષણ કરવા અહીં આવ્યો હશે. ચાલો એને થોડી મદદ કરીએ. એમ વિચારી દુકાનદારે કહયું: “ભલે! ચાર રૂપિયા આપી દો.” આ સાંભળીને શેઠ મફતલાલે કહયું: “બે રૂપિયામાં આપવી છે?” દુકાનદારે વિચાર્યું: ‘ચાલો. આજે દાનનું પુણ્ય કમાઇ લઉં. બે રૂપિયા લેવા કરતા ન લેવા સારા.' આથી તેણે કહયું: “જુઓ, તમારી પાસે પૈસાની તંગી હોય તો સંકોચ ન રાખશો. હું તમારો સાધર્મિક ભાઈ છું. તમારે છત્રીની જરૂર હોય તો મફત જ લઇ જાઓ. મને દાનનું પુણ્ય મળશે.” શેઠ મફતલાલ ચોંકીને બોલ્યા: “જો મફતમાં જ આપતા હો તો એક નહિ પણ બે છત્રી લઇશ.” આ જ દશા આપણી છે. બે છત્રીની જેમ આપણને પણ બન્ને હાથમાં લાડુ જોઇએ છે.આપણને જાત (આત્મા) પણ જોઇએ છે. અને જગત પણ! પૈસા પણ જોઇએ છે અને પરમાત્મા પણ!! અને તે પણ તદ્દન મફતમાં! આ સાવ અસંભવ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશ્રમ વગર ઉપલબ્ધિ સંભવિત નથી. સારા અને ખોટા કાર્યોથી પુણ્ય અને પાપ બંધાય છે. અને એના ઉદયથી જ અનુકૂળતા અને પ્રતિકૂળતાઓ આવે છે. સુખ અને દુ:ખની અનુભૂતિ થાય છે. શુભ અને અશુભ ગ્રહોનો આપણા જીવન સાથે કોઇ સમ્બન્ધ નથી. कर्मणो हि प्रधानत्वं, किं कुर्वन्ति शुभा ग्रहाः । वशिष्ठदत्त लग्नोऽपि रामः प्रव्रजितो वने ॥ [કર્મની જ મુખ્યતા છે. શુભ ગ્રહો શું કરી શકે? વસિષ્ઠ ઋષિએ રામના રાજયાભિષેક માટે શુભમુહૂર્ત કાઢયું છતાં રામને વનમાં જવું પડયું.] કર્મનો દંડ શ્રીરામને પણ વનવાસી બનીને ભોગવવો પડયો. તો પછી બીજા પ્રાણીઓની તો વાત શી કરવી? આદ્ય શંકરાચાર્યે પણ કર્મનું પ્રતિપાદન કરતાં લખ્યું છે: स्वयं कर्म करोत्यात्मा, स्वयं तत्फलमश्नुते । स्वयं भ्रमति संसारे, स्वयं तस्माद् विमुच्यते ॥ ૪૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100