Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 67
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. Acharya Shri Kailassagarsuri Gyanmandir 1. ત્યારે આ તો આપની ધર્મપત્ની છે. આપના જવાથી એને આશ્વાસન મળશે અને શાન્તિથી તે પોતાના પ્રાણ છોડી શકશે. આપ મળવા નહિ જાઓ અને જો તે મરી ગઈ તો લોકો તો એમ જ કહેશે કે આપ તેને પ્રેમ નહોતા કરતા, એ દુ:ખના કારણે જ તેનું મોત થયું છે. આ રીતે આપની ભયંકરે બદનામી થશે. આનાથી ઉલટું જો આપ એના અંત-સમયે એને મળવા જશો તો લોકોમાં આપની ઈજ્જત વધશે.” રાજાને મસ્ત્રીઓની વાત જચી ગઈ. તે રાણીને મળવા ગયો. રાણીએ આ વાતને પેલી પડીકીઓનો પ્રભાવ માન્યો. અને ધીરે ધીરે તે સ્વસ્થ થવા લાગી. બે વર્ષથી તે રાજાના દર્શન માટે તલસતી હતી. આજે રાજાને સન્મુખ આવેલા જોઈને પ્રેમ અને હર્ષના અતિરેકમાં એની આંખો આંસુ વહાવવા લાગી. રાજાનું હૃદય પણ દ્રવિત થઈ ગયું. એમની આંખો પણ ભીની થઈ ગઈ. એણે પોતાના દુર્વ્યવહારની રાણી સમક્ષ માફી માંગી. બન્ને વચ્ચેની કડવાશ ખતમ થઈ ગઈ. અને તેના બદલે પ્રેમ જાગૃત થયો. રાણીના આગ્રહથી મફતલાલને “રાજવૈદ્ય”નું વિરુદ આપવામાં આવ્યું. રાજના ભંડારમાંથી એને સારું એવું વેતન આપવાનું શરૂ કરાયું. કેટલાક દિવસો પછી એક દુશ્મન રાજાએ પાંચ હજાર સૈનિકોની વિશાળ સેના દ્વારા એના રાજયને ઘેરો ઘાલ્યો. ગુપ્તચરો દ્વારા તે દુશ્મન રાજાએ પહેલેથી જ બાતમી મેળવી લીધી હતી કે આ રાજાની પાસે માત્ર ત્રણ હજારનું સૈન્ય છે. એથી જ તે રાજા પોતાની સાથે પાંચ હજાર સૈનિકોને લાવ્યો હતો. દુમન રાજાએ આ નગરના રાજાને સર્દેશો મોકલાવ્યો કે, “કાલ બપોર સુધીમાં તમારે મારી હકૂમતનો સ્વીકાર કરી લેવો નહિ તો યુદ્ધ કરીને તમારું રાજય આંચકી લેવામાં આવશે.” રાજાએ આ સન્ડેશો સાંભળતાં જ પોતાના મત્રીઓ વગેરેની ઇમર્જન્સી મિટીંગ' (તાકીદની ત્રણા) બોલાવીને વિચાર-વિમર્શ કર્યો કે “દુશ્મન રાજાને શો ઉત્તર મોકલવો?” ત્યાં કોઈકે સૂચન કર્યું કે, “વૈદ્યરાજની પણ આ વિષયમાં સલાહ લેવામાં આવે તો તેમાં ખોટું શું?” રાજાએ સંમત્તિ આપી. વૈદ્યરાજ મફતલાલને બોલાવીને પૂછવામાં આવ્યું કે: “પાંચ હજાર સૈનિકોને સાથે લઈને શત્રુ રાજાએ નગરને ઘેરો ઘાલ્યો છે. આપણી પાસે કુલ સૈનિકો માત્ર ત્રણ હજાર છે. આ અવસરે શત્રુને હરાવીને આપણી આબરૂ બચાવવાનો આપની પાસે કોઈ રસ્તો હોય તો બતાવો.” વૈદ્યરાજને તો આજ દિન સુધી ત્રિફળા ચૂર્ણની પડીકીઓના બળ ઉપર જ ૫૧ આ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100