Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 71
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બાકીનું જીવન આરામથી વીતાવી શકીશ. સંતાનોના લગ્ન વગેરેને પતાવી શકીશ. પરંતુ પેટી ઉપર કબ્જો શી રીતે મળે? હા... એક જ મોટું પાપ કરવું પડે... આ પેટીના માલિકને પરમ ધામ પહોંચાડી દેવો પડે... બસ પછી તો મઝા જ મઝા Acharya Shri Kailassagarsuri Gyanmandir મનમાં બેઇમાની ધૂસી. પાપ પ્રવેશ્યું. મગજ સક્રિય બન્યું. હત્યાનો ઉપાય પણ સૂઝી ગયો. નિશ્ચય કર્યો કે આ પાપમાં કોઇ ગરીબને સાથી બનાવીને એના દ્વારા આની હત્યા કરાવવી. સ્ટેશનની પાસે જ કેટલાક હિરજનોના ઘર હતા. તત્કાળ સ્ટેશનમાસ્તર એક રિજનના ઘરે ગયા. ત્યાં એકાંતમાં બેસીને એને સઘળી યોજના સમજાવી: “એક કામ હું તને સોંપી રહયો છું. સ્ટેશન પર વેટિંગરુમમાં એક મુરઘો સૂતો છે. એને હલાલ કરવાનો છે. રાતના બે વાગે અહીંથી એક માલગાડી પસાર થશે. એક વાગે જ એ લાશને આપણે પાટા ઉપર લઇ જઇને રાખી દઇશું. આથી કેસ દુર્ઘટનાનો બની જશે. પેટી હું મેળવી લઇશ. એમાં શેઠની સઘળી કમાણી રાખેલી છે. ખોલ્યા પછી જે કાંઇ મળશે, તેમાંથી પાંચસો ભાગ હું તને ઇનામ તરીકે આપી દઇશ. જો તેમાંથી પાંચ હજાર રૂપિયા નીકળશે તો એક હજાર તને આપીશ. જલદી નિર્ણય કર. નહિ તો હું બીજા કોઇ માણસ દ્વારા આ કામ કરાવી લઇશ. કામ કરવું હોય તો ઉઠાવ છૂરી અને ચાલ મારી સાથે.” लोभः पापस्य कारणम् ॥ [લોભ એ પાપનું કારણ છે.] હરિજન પેલા શેઠની હત્યા કરવા તૈયાર થઇ ગયો. એણે કહયું: “ઠીક છે. મને આપની શરત મંજૂર છે. સમજી લો કે તમારું કામ થઇ ગયું. હું છૂરીની ધાર તેજ કરીને હમણાં જ અડધો કલાકમાં આવી પહોંચું છું આપ પહોંચો સ્ટેશન પર.” અડધા કલાક પછી હિરજન પોતાની છરી ધારદાર કરીને વેટિંગ રૂમમાં પહોંચ્યો. અને ત્યાં સૂતેલા માણસનું પેટ નિર્દયતાથી ચીરી નાંખ્યું. પછી લાશને ઉઠાવીને પાટા ઉપર ફેંકી દીધી. સ્ટેશન માસ્તરને નમસ્કાર કરીને તે પોતાની ઝૂંપડીમાં ચાલ્યો ગયો. અને કહેતો ગયો કે હવે આગળના કામની જવાબદારી તમારા પર છે. કાલે મને મારું ઇનામ મળી જવું જોઇએ. સ્ટેશન માસ્તરે પેટી ઉઠાવીને પોતાના રુમમાં રાખી દીધી. અડધો કલાકમાં જ બિસ્તરો ત્યાંથી હટાવીને કમરાને ધોઇને સાફ કરાવી નાંખ્યો. જેનાથી ૫૫ KE For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100