Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 70
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir स्त्रिभिः पक्षस्त्रिभिर्दिनः। अत्युग्रपुण्य पापाना - मिहेव लभ्यते फलम् ॥ ત્રણ વર્ષમાં ત્રણ મહિનામાં ત્રણ પખવાડિયામાં, અથવા ત્રણ દિવસમાં અત્યન્ત ઉગ્ર એવા પુણ્ય અને પાપનું ફળ અહીં જ મળે છે. કેટલાક વર્ષો પહેલાં જયારે હું રાજસ્થાનમાં હતો, એ સમયની આ ઘટના છે. મદ્રાસથી એક શ્રાવક પેટી-બિસ્તરો લઈને પોતાના મા-બાપને મળવા માટે રાજસ્થાન આવ્યો. જે ગામમાં એ રહેતો હતો, એ સ્ટેશનથી. ત્રણ કિલોમીટર દૂર હતું. જે સ્ટેશને એને ઉતરવું હતું, તે પણ ઘણું નાનું હતું. જયારે ટ્રેન એ સ્ટેશને પહોંચી, એ સમયે રાતના બાર વાગ્યા હતા. અમાસની અંધારી રાતે ત્રણ કિલોમીટર પગપાળા ચાલીને પોતાની જન્મભૂમિ વાળા ગામમાં પહોંચવું એ ઘણું ખતરાભર્યું હતું. એણે સ્ટેશન માસ્તરને પોતાની તકલીફ સમજાવતાં કહયું “સર! મારી પાસે જોખમ છે. મારી પેટી પેટી કલાર્ક રૂમમાં રાખી દેવામાં આવે તો હું મારો બિસ્તરો ખોલીને વેટીગરૂમમાં આરામથી સૂઈ શકું.” સ્ટેશનમાસ્તરે કહયું: “જોતા નથી? આ નાનું સ્ટેશન છે. કલાર્કરૂમ તો મોટા સ્ટેશનો પર હોય છે. અહીં તો વેઈટીંગ રૂમથી કામ ચલાવવું પડશે. મારો ખ્યાલ છે, આપ આ રૂમમાં નચિંતપણે સૂઈ શકો છો. કેમકે સવાર સુધીમાં બીજી કોઈ ટ્રેન આવવાની નથી. આથી બીજો કોઈ મુસાફર તમને ડિસ્ટર્બ' કરવાનો નથી. તમે પેટી તમારા તકિયાની પાસે રાખીને આરામથી સૂઈ જાઓ.” શ્રાવક રૂમમાં એકલો હતો. બિસ્તરો ખોલીને તે એના પર સૂઈ ગયો. પેટી પોતાની પાસે જ રાખી હતી. આ બાજુ “મારી પાસે જોખમ છે.” આ વાક્ય સ્ટેશનમાસ્તરના દિલમાં સળવળાટ જગાવી દીધો. એણે વિચાર્યું પેટીમાં વીસ-પચ્ચીસ હજારની થોકડીઓ તો હશે જ. અથવા તો સોનાના ઝવેરાત હશે. જો આ પેટી કોઈ પણ રીતે મારા કબજામાં આવી જાય તો મારે આ નોકરી કરવાની જરૂર જ ન રહે. જેવી રીતે આ શેઠ મદ્રાસથી ધન કમાઈને પોતાના ગામ જઈ રહયા છે, એ જ રીતે હું પણ મારા ગામ જઈને મારા માતા-પિતાની સાથે રહી શકીશ. ઘડપણમાં એમની સેવા પણ કરી શકીશ. પ્રસન્નતાથી પરિવારની સાથે મારું ૫૪ S For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100