Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 68
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સફળતા મળતી રહી હતી. આથી અહીં પણ તે જ પડીકીઓનો ઉપયોગ કરવાની સલાહ આપતા એમણે કહયું: “જો આજે આપણી સેનાના પ્રત્યેક સૈનિકને રાતના સમયે બે-બે કલાકના આંતરે ગરમ પાણી સાથે એક એક પડીકી ત્રણ વાર આપવામાં આવે તો મારા ખ્યાલ પ્રમાણે આ સંકટ ટળી જશે.” Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાબર તે જ પ્રમાણે કરવામાં આવ્યું. રાત્રે બે વાગે, ચાર વાગે અને છ વાગે એક એક પડીકી દરેક સૈનિકે ગરમ પાણી સાથે લઇ લીધી. પરિણામ એ આવ્યું કે બધા સૈનિકોને ઝાડા છૂટયા. લોટા લઇ-લઇને દરેક સૈનિક ત્રણ-ત્રણ વાર શૌચ માટે નગરની બહ જવા લાગ્યા. આ બાજુ શત્રુ રાજાના સેનાપતિએ પોતાના કેટલાક સૈનિકોને ગણતરી કરવા માટે ગોઠવી દીધા હતા. જયારે સંખ્યા નવ હજારની થઇ ગઇ ત્યારે પોતાના રાજાને સૂચના મોકલવામાં આવી કે: “આપણા ગુપ્તચરો દ્વારા ત્રણ હજાર સૈનિકો જ હોવાની જે સૂચના આપણને પહેલા મળી હતી તે ખોટી હતી. કેમકે નવ હજાર સૈનિકોની ગણતરી તો અમે કરી ચૂકયા છીએ. આનાથી વધારે પણ સૈનિકો હોવાની શક્યતા છે. આથી જો આપણે યુદ્ધ કરશું તો આપણી હાર નિશ્ચિત જ છે.” આ સાંભળીને શત્રુ રાજા યુદ્ધ કર્યા વગર જ ભાગી ગયો. નગર ઉપર આવેલું સંકટ ટળી ગયું. વૈધરાજનું ભારે સન્માન કરવામાં આવ્યું. શુભ કર્મોનો ઉદય થતાં જ ચારે બાજુ આ રીતે અનુકૂળતાઓ જ પ્રાપ્ત થતી જાય છે. સેંટતી દુકાને જઇને તમે ભલે સેંટ ખરીદો નહિ, છતાં એની સુગન્ધ તો તમને મળે જ છે. એ જ રીતે સાધુ-સંતોના સાન્નિધ્ય-માત્રથી તમને મનની શાંતિ ચોક્કસ મળે છે. અને જયા સાધુ-સંતોના પણ આરાધ્ય દેવ સર્વજ્ઞ પ્રભુ મહાવીર વિરાજમાન હોય ત્યાં પહોંચવાથી તો કેવી પરમ શાંતિ પ્રાપ્ત થાય? એનું વર્ણન તો અનુભવી પણ ન કરી શકે. કેમકે શબ્દોના માધ્યમથી તે આનન્દની અભિવ્યક્તિ થઇ શકતી નથી. પર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100