Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 65
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- પર શેઠ મફતલાલના પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો. તેઓ બહુ નામાંકિત વૈદ્ય હતા. રોગીઓની સેવા કરીને તેઓ ઘણું ધન કમાયા હતા. પરંતુ એમના પુત્રમાં એવી યોગ્યતા ન હતી. પ્રેકટીશ બરાબર ચાલી નહિ. પિતાજીએ ઉપાર્જેલું ધન પણ, અંજલિમાં રહેલા જળની જેમ, ધીર ધીરે પૂરું થઈ ગયું. પરિસ્થિતિ એવી આવી પડી કે ખાવાના પણ સાંસા થઈ ગયા. જો કોઈ વૈદ્ય કોઈના ઘરે જતા તો સારા મહોલ્લાના માણસો ભેગા થઈ જતા અને મનમાંને મનમાં કહેતા કે યમરાજના આ મોટા ભાઈને કોણે બોલાવ્યો? वैद्यराज! नमस्तुभ्यं, यमज्येष्ठ-सहोदर! यमस्तु हरते प्राणान्, वैद्यः प्राणान् धनानि च ॥ હિ વૈદ્યરાજ! હે યમરાજના મોટા ભાઈ! તમને નમસ્કાર થાઓ. કેમ કે યમરાજ જયારે આવે છે ત્યારે તે તો માત્ર પ્રાણ હરી જાય છે, જયારે તમે તો પ્રાણ અને ધન બને લઈ જાઓ છો.] કહે છે: पेट को नरम, पांव को गरम, તિર. રહી કંs | फिर यदि डॉक्टर आये तो, મારો હસતો ઠંડા ! આજે તો પરિસ્થિતિ એટલી હદે બદલાઈ ગઈ છે કે દિવસમાં દસ વાર પણ કોઈના ઘરમાં ડૉકટર આવી જાય કે કોઈ મરી પણ જાય તો પણ મહોલ્લાના કે પડોસના માણસોને ભેગા થવાની ફુરસદ જ નથી હોતી. મૌત આટલું સસ્તુ થઈ ગયું છે!! અસ્તુ. આ જ શહેરમાં ગંગા નામની એક ડોસી રહેતી હતી. એના પેટમાં ઘણા દિવસોથી દર્દ થઈ રહયું હતું. એણે વિચાર્યું. વૈદ્યરાજના દીકરા મફતલાલે કાંઈક તો પોતાના બાપ પાસેથી જ્ઞાન મેળવ્યું જ હશે!! તો લાવને, એક વાર એને જ જઈને મળી લી. ડોસી વૈદ્યરાજની પાસે આવી. પેટના દર્દની ફરિયાદ કરી. મફતલાલને જાણ હતી કે પિતાજી કોઈ પણ રોગીને મળ-શુદ્ધિ માટે ત્રિફળા ચૂર્ણની પડીકીઓ સૌથી પહેલા આપતા. પેટનો મળ સાફ થઈ જતાં બીજી દવાઓની અસર ઝડપથી થતી. ૪૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100