Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 60
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી રામને ચૌદ વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો. પાંડવ જેવા પાંચ દસ ડે મહાપરાક્રમી પતિની હાજરીમાં દ્રૌપદીને ભરસભામાં ચીરહરણનું અપમાન સહન કરવું પડ્યું હતું. પાંડવોને પણ બાર વર્ષ વનમાં અને એક વર્ષ અજ્ઞાતવાસમાં વીતાવવું પડ્યું હતું. શ્રીકૃષ્ણ જેવા યોગીશ્ર્વરને પણ અંતિમ સમયે પાણી ન મળ્યું. એટલે તીવ્ર તરસનો અનુભવ કરતા કરતા દેહત્યાગ કરવો પડયો. શ્રીકૃષ્ણના દેખતાં જ પૂરી દ્વારિકા બળીને ખાખ થઈ ગઈ આ બધાનું કારણ હતું. માત્ર કર્મ. આખી દુનિયાને ધ્રુજાવનાર હિટલરે પણ છેવટે આત્મહત્યા કરી... અને તેને સ્ટીલ-બોક્ષ'માં મરવું પડયું. કહેવાય છે કે હિટલરને બર્લિનમાં શરદી થઈ જતી તો ચર્ચિલને લંડનમાં છીંક આવી જતી. આવો આતંક હતો હિટલરનો! આખી દુનિયા એના નામ માત્રથી કંપી ઊઠતી... પણ એને કૂતરાના મોતે મરવું પડયું. પુણ્યનો ઉદય અસ્ત થતા સૌની આ જ દશા થાય છે. ધન-દૌલત પણ પૂર્વે કરેલા પુણ્યના ઉદયને કારણે જ પ્રાપ્ત થાય છે. પુણ્ય અને પાપ. બન્ને “કામણ વર્ગણાના પરમાણુ છે. એ ભલે પુદ્ગલ છે. પણ એવું વિચારશો નહિ કે અરૂપી (અમૂત) આત્મતત્વને મૂર્ત ભૌતિક પુદ્ગલ શી રીતે પ્રભાવિત કરી શકે? બિમારી પછી આવેલી કમજોરીને ટાળવા માટે ડૉક્ટરની સલાહથી લેવાયેલા ટોનિકની અસર થાય છે કે નહિ? બાતમી સેવનથી મસ્તિષ્ક તરોતાજું બને છે કે નહિ? શરાબ, ભાંગ, અથવા દારુના સેવનથી નશો ચઢે છે કે નહિ? તલ-ભર પોટેશિયમ સાઈનાઈટ તમારા ચૈતન્યને મૂચ્છિત કરી નાંખે છે કે નહિ? હા.. જરૂર... એ મૃત્યુ પણ કરી નાખે છે. એક જડ-પરમાણુ જો આટલી અસર તમારા ઉપર કરી શકતો હોય તો પછી કામણ વર્ગણા’ ના સૂક્ષ્મતમ પરમાણુ તમારા દિલ-દિમાગ પર, તમારા મનોમસ્તિષ્ક ઉપર, તમારી વિચારશક્તિ ઉપર, તમારા વ્યવહાર પર, તમારા જીવન પર, તમારા આત્મા ઉપર, કેટલી અસર કરતા હશે? તેની કલ્પના કરી જુઓ. ४४ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100