Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 54
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (દમન, દયા અને દાન આ ત્રણ ‘દકારોને' જે જાણે છે તે જીવ છે.) આ ત્રણ ‘દકાર’ને શરીર જાણી શકતું નથી. જીવ જ તેને જાણી શકે છે. આની પુષ્ટિ (સમર્થન) માટે એક અનુમાન પ્રમાણ આ પણ આપી શકાય... "વિદ્યમાનમોસ્તુમિવું શરીર મોવાવું, ગોવનાવિવત્ ।" શરીર ઓદન (ભાત) વગેરેની જેમ ભોગ્ય છે. આથી એનો ભોક્તા પણ છે જ. અને એ જ આત્મા છે. શરીરમાં રહેતો હોવા છતાં શરીરથી આત્મા જુદો કેવી રીતે છે, તે માટે કહયું છે: " क्षीरे वृतं तिले तेलम्, काष्ठेऽग्निः सौरभं सुमे । Acharya Shri Kailassagarsuri Gyanmandir चन्द्रकान्ते सुधा यद्वत्, તથાત્માડતઃ પૃથક્ ॥' દૂધમાં જેવી રીતે ઘી છે, તલમાં તેલ છે. લાકડામાં આગ છે. ફૂલમાં સુગંધ છે. અને ચન્દ્રકાન્ત મણિમાં અમૃત રહે છે. એ જ રીતે શરીરમાં વ્યાપ્ત આત્મા એનાથી પૃથર્ (જુદો) હોવા છતાં પણ શરીરમાં રહે છે. પ્રભુએ કરેલા સ્પષ્ટીકરણથી શ્રી ઇન્દ્રભૂતિના હૃદયમાં વર્ષોથી છુપાયેલી આત્મા વિષેની શંકા દૂર થઇ ગઈ. એટલે તરત જ એમણે આત્મસમર્પણ કરી દીધું. અને પોતાના પાંચસો શિષ્યો સાથે તત્કાળ પ્રવ્રજયા (દીક્ષા) લઇ લીધી. એ સહુએ દીક્ષા આપીને પ્રભુએ ત્રિપદીનો બોધ આપ્યો. "ઉત્પાત-વ્યય-ધ્રૌવ્યયુક્ત હિ સત્ ।" જેની ઉત્પત્તિ થાય છે. અમુક કાળ જે સ્થિર રહે છે. અને જેનો નાશ થાય છે. તે સત્ (વિદ્યમાન-અસ્તિત્વવાળો) પદાર્થ છે. ઉપર્યુક્ત ત્રિપદીના આધારે શ્રી ઇન્દ્રભૂતિએ "હૃશાંન્ત' ની રચના કરી. પ્રભુના સર્વ પ્રથમ શિષ્ય શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામીજીને કોટિશ: વન્દના! ધર્મ ધર્મ કાંઇ સંપ્રદાયમાં, સંઘર્ષમાં કે વાદિવવાદમાં નથી પરંતુ કોઇ પણ ઇચ્છા, એવા અભાવમાં ધર્મ સમાયો છે. ૩૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100