Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક સ્કૂલમાં વિજ્ઞાનનું પ્રદર્શન યોજાયું હતું. એ જોવા ત્રણસો વસ્તુઓના આવિષ્કારક એડિસન પણ વેશ બદલીને પહોંચી ગયા. ત્યાં એમણે વિદ્યાર્થીઓને પૂછયું “વિજળી શું છે?” વિદ્યાર્થીઓ એનો જવાબ આપી શકતા નથી. એમણે પ્રોફેસરને પૂછયું. પ્રોફેસરે પ્રિન્સીપાલને પૂછયું. પણ કોઈ એનો જવાબ આપી શકયું નહિ. અંતે પિન્સીપાલ ત્યાં આવ્યા. અને આગંતુક દર્શકને કહયું “જુઓ.. વિજળીની શક્તિથી ઘણા કાર્યો થાય છે. પંખા ચાલે છે. લાઈટો સળગે છે. હિટર ગરમ થાય છે. અનેક મશીનો સક્રિય થાય છે. આ રીતે કાર્ય ઉપરથી કારણનું કસરનું અનુમાન થઈ શકે છે. પણ વિજળીને અમે પ્રત્યક્ષ કોઈ નથી. “એક લાખ છયાસી હજાર માઈલની ઝડપે એ વાયરમાં દોડે છે. પણ પ્રત્યક્ષ દેખાતી નથી. તમે તમારું સરનામું લખાવી દો. કારણ કે ઈલેક્ટ્રીકસીટી શું છે તે અમે જાણતા નથી. એના શોધક છે મિ. એડિસન. અમે એમને પૂછીને તમને ફોન ઉપર જણાવી દઈશું.” છેવટે આગંતુકે કહયું “હું જ એડિસન છું. પરંતુ હું પોતે પણ નથી જાણતો કે વિજળી શું છે? જે જવાબ તમે આપ્યો એ જ હું આપી શકું કે કાર્ય ઉપરથી કારણનું અનુમાન કરી લેવું જોઈએ.” આ જ જવાબ આત્માના અસ્તિત્વને સમજવા માટે પણ કામ લાગે તેવો છે. શરીરની સમસ્ત ચેષ્ટાઓનું કારણ એ જ છે. એની હાજરીમાં જ આંખ જુએ છે. કાન સાંભળે છે. નાક સૂધે છે. જીભ ચાખે છે. પેટ પચાવે છે. અને હાથ-પગ ચાલે છે. આત્મા ચાલ્યો જાય તો શરીર નિચ્ચેષ્ટ બની જાય છે. પછી આંખ, કાન, નાક વગેરે કોઈ અંગ કામ કરી શકતું નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, શરીરમાં જે શક્તિ છે – ચેતના છે એ જ આત્મા છે. તબલા ગાયકની ભૂલ પકડી પાડે છે. ગાતી વખતે તમે કોઈ ભૂલ કરશો તો તબલા તરત જ તમારી ભૂલ બતાડી દેશે. તબલા સંગીતનો ચોકીદાર છે. એ જ રીતે તર્ક પણ સત્યનો ચોકીદાર છે. બડે મિયાં ખાવા-પીવાના શોખીન હતા. એક દિવસ એક કિલોગ્રામ દૂધ લાવીને બીબીને આપતાં કહયું: “જલદીથી ખીર બનાવી દે.. મેં એક દોસ્તને આમત્રણ આપીને બોલાવેલ છે. ખીર સરસ બનાવજે. હું દોસ્તની સાથે બાર વાગ્યા સુધીમાં આવી જઈશ.” મિયાં ચાલ્યા ગયા. બીબીએ ખીર બનાવી. કેવી બની છે એ જોવા એણે થોડી (૩) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100