________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહુ મોટી સાબિતી છે. અંધારામાં ‘અમુક વસ્તુ છે કે નહિ?” એવો સંદેહ એવો સંદેહ કયારે ય ઉત્પન્ન થતો
જરૂર ઇ શકે છે પણ ‘હું છું કે નહિ?
નથી.
સવારે ઉઠનાની સાથે જ આપણે એવો અનુભવ કરીએ છીએ કે રાતના પ્રગાઢ ઊંઘ આવી.... અથવા તો ચિત્રનૈવચિત્ર સ્વપ્નાં આવ્યાં. આ ઊંધનો અનુભવ કે સ્વપ્નાં જોનાર આત્મા જ હોય છે.
‘હું સુખી છું. હું દુ:ખી છું. આ શરીર મારું છે.’ આવો અનુભવ આત્માને જ થાય છે. જડ પદાર્થોને નહિ.
જેવી રીતે આગ વગર ધૂમાડાનું અસ્તિત્વ નથી હોતું, તે જ રીતે ભોગી વગર ભોગ્યનું અસ્તિત્વ નથી હોતું. શરીર ભોગ્ય છે... એટલે જ તેના ભોગી તરીકે આત્મા હોવાનું સિદ્ધ થાય છે.
શરીર શું છે? પગ રૂપી બે થાંભલા ઉપર ઊભેલો એક મહેલ છે. જેને આંખ, નાક, કાન આદિ ઝરુખાઓ છે. પેટ એ રસોડું છે. મૂત્રાલય છે. સંડાસ પણ છે. આ મહેલની દેખરેખ કરનાર, આ મહેલમાં નિવાસ કરનાર, આ મહેલનો માલિક કોણ છે? આત્મા.
આત્મા શરીરનો માલિક છે. મન મેનેજર છે. કડવી દવા ભાવતી નથી. પણ બિમારી વખતે પીવી પડે છે. કોણ પીવડાવે છે? તે વખતે મીઠાઇ ખાવાની ઇચ્છા થાય છે છતાં કડવી કિવનાઈન ખાવાની પ્રેરણા કોણ આપે છે? આત્મા.
ઇન્દ્રિયો વચ્ચે મતભેદ થઇ જાય... ઝઘડો થઇ જાય... ત્યારે ન્યાય કોણ કરે છે? આંખ જેને ખાંડ કહે અને જીભ જો મીઠું ગણે તો આખરી નિર્ણય કોણ કરે છે? આત્મા.
ધન, તિજોરી, શરીર વગેરે પોતે પોતાની જાત પર મમતા રાખી શકતા નથી. જેમ કે મારું ધન. મારી તિજોરી, મારું શરીર વગેરે. ‘મારું શરીર' એવી મમતા જે રાખે છે તે જ આત્મા છે.
સ્વાદિષ્ટ રસોઇ પીરસેલી થાળી તમારી સામે છે. તમે સળવળતી જીભે ખાવાની શરૂઆત કરો છો, ત્યાં જ ટેલિફોન આવ્યો કે ભાવ ગગડી જવાથી વેપારમાં મોટી ખોટ ગઇ છે. આ સૂચના સાંભળતાં જ તમે ‘ઉદાસ’ થઇ જાઓ છો. થાળી છોડીને ઊભા થઇ જાઓ છો. અને માથે હાથ દઇને આરામ-ખુરશી પર બેસી જાઓ છો. વિચારો... શોક મગ્ન કોણ થયું? દુ:ખ કોને થયું? આત્માને... શરીર તો આરામમાં જ હતું.
૩૪
For Private And Personal Use Only