Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 51
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આખા હાથને સડો લાગી ન જાય એ માટે, ડૉક્ટર આંગળી કાપી નાખે છે. દર્દ દૂર થઇ જાય છે. પણ જીવનભર ‘હાય... મારી આંગળી ચાલી ગઇ...’ આવો વિચાર કોણ કરે છે? એક આંગળીના અભાવનો અનુભવ કોને થાય છે? આત્માને. એક માતા બે બાળકને એક સાથે જન્મ આપે છે. એક સરખા પ્રેમથી બન્નેને પાળે છે. દૂધ પીવડાવે છે. ખવડાવે છે. એક જ સ્કૂલમાં ભણવા પણ મૂકે છે. તેમ છતાં બન્નેના સ્વભાવમાં ફેર હોય છે. કેમ? કારણ કે બન્ને છોકરાઓના શરીરમાં આત્મા જુદો જુદો વસે છે. સત્ (વિદ્યમાન) પદાર્થનો પ્રતિપક્ષ પણ સત્ હોય છે. ‘અજીવ’ (જડ પદાર્થ) સત્ હોય તો એનો પ્રતિપક્ષ (વિરોધી પદાર્થ) ‘જીવ' પણ સત્ હોવો જોઇએ. વ્યાપાર માટે આરામનો, બિમાર પુત્ર માટે વ્યાપારનો અને પત્ની માટે પુત્રનો પણ ત્યાગ કરવામાં આવે છે. પરંતુ ઘરમાં જયારે આગ લાગી હોય ત્યારે એ જ પત્નીને છોડીને માણસ પોતાનો જીવ બચાવવા તત્ક્ષણ બહાર ભાગી છૂટે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ઉપરથી સાબિત થાય છે કે પ્રાણી માત્રને સૌથી વ્હાલો પોતાનો આત્મા જ છે. એને સુખ, શાંતિ, લાભ, સન્માન ગમે છે. અને દુઃખ, અશાન્તિ, હાનિ, અપમાન ગમતા નથી. શાસ્ત્રકાર આત્માનું લક્ષણ બતાવતા કહે છે: यः कर्ता कर्म भेदानाम्, भोक्ता कर्म-फलस्य च । संसर्ता परिनिर्वाता, सहयात्मा नान्यलक्षणः ॥ જે આઠ કર્મોનો કર્તા છે. કર્મના ફળનો ભોક્તા છે. જે સંસારમાં ભટકે છે. અને નિર્વાણ પામે છે. એ આત્મા જ છે. એનું બીજું કોઇ લક્ષણ નથી. શ્રી ઇન્દ્રભૂતિ વિસ્તારથી આ બધું સમજી ગયા. કારણ કે બુદ્ધિમાન હતા. જો આંધળાને કહેવામાં આવે કે લાઇટ બહુ સુન્દર છે, તો તે શું સમજશે? પૂછશે... જિજ્ઞાસા પ્રગટ કરશે. પરન્તુ એની જિજ્ઞાસાનું પુરું સમાધાન થઇ શકશે નહિ. લાઇટની પ્રશંસા સાંભળીને એક આંધળાએ પૂછયું: “લાઇટ કેવી હોય છે.?” “વ્હાઇટ” “વ્હાઇટ કેવી?” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100