Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તરત જ લટ્ટભારતી બોલ્યો: “આ પદ સંદર્ભરહિત છે. પહેલાં... ખો? ખુદેંયા... બોર્વે બુરૈયા... સીંગૈ સૉરૈયા... ઉગૈ ઉગૈયા... કાર્ટ કટૈયા... પીસે પીરૈયા... બેલે બિલૈયા... સે સિરૈયા આદિ પ્રક્રિયાની પછી છેલ્લે “ખવા ખૈયા ઐયા” એમ આવે.” Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રામજનોએ નિર્ણય આપી દીધો: “લકભારતી જીતી ગયા છે.” આથી શરત મુજબ દંડભારતીને પોતાના ઘરનો તમામ સામાન આપીને ગામ છોડીને ભાગવું પડયું. સ્વામી વિવેકાનન્દને અમેરિકામાં કોઇએ પૂછ્યું: “તમે જોડા અમેરિકન કેમ પહેર્યા છે? તમે તો ભારતીય સંસ્કૃતિને ઉત્તમ સમજો છો... તો તમે જોડા શા માટે ભારતીય નથી પહેર્યા?” એમણે જવાબ આપ્યો.” મસ્તિષ્ક આખા શરીરનું માલિક હોય છે. એ માથામાં હોય છે... એટલે મેં માથે ભારતીય સાફો પહેર્યો છે. પરંતુ પગ શરીરના સેવક છે. જોડા પગનું રક્ષણ કરે છે. એટલે તે સેવકના પણ સેવક છે. સેવક તો કોઇ પણ દેશનો હોઇ શકે છે. એટલે જ મેં પગમાં અમેરિકન જોડા પહેર્યા છે.” પ્રશ્નકર્તા ચૂપ થઇ ગયો. એ જ અમેરિકામાં એક પાદરીએ ટેબલ ઉપર ઘણા બધા ધર્મગ્રન્થો એક ઉપર એક ગોઠવી દીધા. એણે જાણી જોઇને સૌથી નીચે ‘ભગવદ્ગીતા’ મૂકી. અને સૌથી ઉપર બાઇબલ. પછી સ્વામીજીને એ ટેબલ પાસે લઇ ગયા. ત્યાંની ગોઠવણ જોઇને સ્વામીજી બોલી ઉઠયા: “ગુડ ફાઉન્ડેશન... પાયો મજબૂત છે. ગીતાને ત્યાંથી હટાવતા નહિ... નહિ તો તમારું બધું સાહિત્ય ભોંયભેગું થઇ જશે... બાઇબલ પણ...' પાદરીએ શરમાવું પડયું. અમેરિકામાં એક વકીલે એક વખત સ્વામીજીને પૂછયું: “આત્માનું અસ્તિત્વ હોય તો મને બતાવો.” સ્વામીજીએ એક સોય મંગાવી અને વકીલના હાથમાં જરા ભોંકી. વકીલ ચીસ પાડી ઉઠયા: “અરે! અરે! આ શું કરો છો? મને વેદના થાય છે.” “કયાં છે વેદના? મને પ્રત્યક્ષ બતાવો.” સ્વામીજીએ કહયું. “વેદના તો અનુભવની ચીજ છે. એને પ્રત્યક્ષ કઇ રીતે બતાવી શકાય?” વકીલે કહયું. ૨૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100