Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ શ્રી ઇન્દ્રભૂતિની ઉલઝનનું કારણ શું હતું “અનેકાન્તદષ્ટિનો અભાવ. એકાન્ત” સંઘર્ષનું કારણ બને છે. અને “અનેકાન્ત સંઘર્ષને દૂર કરે છે. અનેકાન્તવાદી એકમાં અનેકને જુએ છે અને અનેકમાં એકને) વિશ્વ એક છે એટલે એમને માટે આપણે એક વચનનો પ્રયોગ કરીએ છીએ. કિન્તુ વિશ્વમાં દેશ અનેક છે. દેશમાં પ્રદેશો અનેક છે. પ્રદેશમાં સભાગ અનેક છે. સંભાગમાં જિલ્લા અનેક છે. જિલ્લામાં તાલુકા અનેક છે. તાલુકામાં ગામ અનેક છે. ગામમાં ઘર એનક છે. ઘરમાં રૂમ અનેક છે. રૂમમાં રહેનારા લોકો અનેક છે. અને રહેનારા એ દરેક લોકોના વિચારો અનેક છે. પ્રભુએ આચારાંગ સૂત્રમાં કહયું છે: '"ને જ ગાઈ તે તબ ાપ, जे सव्वं जाणइ से एगं जाणइ ॥ જેિ એકને (આત્માને) જાણે છે, તે સહુને જાણે છે. અને જે સહુને જાણે છે તે એકને જાણે છે.] ઘણા લોકો એમ સમજે છે કે “સ્વાદુવાદ' (અનેકાન્તવાદ) એ સંશયવાદ છે. પરંતુ એમની એ સમજણ અમપૂર્ણ છે. કારણ કે સંશયમાં બને કોટિઓનો (પક્ષનો) અનિશ્ચય હોય છે. જેમકે: “આ રજત (ચાંદી) છે કે છીપ?” આ પ્રકારના સંશયમાં ન તો ચાંદી (રજત) હોવા અંગે નિશ્ચય છે કે ન તો છીપ અંગે! આનાથી ઉલટું સ્વાવાદમાં તો બને કોટિઓનો (પક્ષોનો) નિશ્ચય હોય છે. જો લાસ દૂધથી પૂરો ભરેલો ન હોય તો, ત્યારે તેને જોઈને એક માણસ કહે છે: “રલાસ અડધો ખાલી છે.” જયારે બીજો માણસ કહે છે: “ના, ગ્લાસ અડધો ભરેલો છે.” તો આ બેમાંથી તમે કોની વાતને ખોટી ગણશો? બન્ને વાત પરસ્પર વિરુદ્ધ લાગતી હોવા છતાં તે બન્ને સાચી છે. બન્ને કોટિઓ (પક્ષો) જયાં નિશ્ચિત હોય ત્યાં સંશય શી રીતે કહી શકાય? અનેકાંતવાદી બહુ વિવેકી હોય છે. એના ઉત્તરથી કોઈ અપ્રસન્ન થતું નથી. એક રાજાએ સ્વપ્નમાં જોયું કે એની બત્રીસી પડી ગઈ છે. સવારે ઉઠતાની સાથે જ રાજાએ સ્વખફળ કહેનારા વિદ્વાનોને બોલાવ્યા. એકે કહયું: “તમારા બધા કુટુમ્બીઓ તમારી નજર સામે જ મૃત્યુ પામશે.” આ સાંભળીને રાજા ખૂબ ઉદાસ થઈ ગયો. ર૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100