Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 32 ઘટાદિ જ્ઞાન પરિણામ ઘટાદિ વસ્તુ સાપેક્ષ હોવાના કારણે ઘટાદિ હતુઓના લીધે જીવ ઘટાદિ જ્ઞાનમાં પરિણામ પામે છે. આ રીતે ભૂતો (વટાદિ વસ્તુઓ) દ્વારા ઉત્પન્ન થઈને જીવ ઘટાદિ વસ્તુઓનો નાશ થવાથી અથવા વ્યવહિત થવાથી (છુપાઈ જવાથી અથવા સામેથી હટી જવાથી) તદુપયોગ રૂપે નષ્ટ થઈ જાય છે. અન્ય ઉપયોગરૂપે ઉત્પન્ન થાય છે. અને સામાન્યરૂપે સ્થિર રહે છે. એ પછી 'ર ત્યાંasતિનો શો અર્થ છે? વર્તમાન ઉપયોગ નષ્ટ થઈ જવાના કારણે પહેલા જેવી ઘટાદિ ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. આ રીતે પ્રભુના વચનોથી ઇન્દ્રભૂતિનો સંશય નિમૂળ થઈ જવાથી તેઓ પોતાના પાંચસો શિષ્યો સાથે પ્રભુના શિષ્ય બની ગયા. તેમણે શ્રમણ–ધર્મ સ્વીકારી લીધો. પ્રારંભમાં ઇન્દ્રભૂતિ જે રીતે ધર્મશાસ્ત્રોના શબ્દોમાં અટવાઈ ગયો તેવી જ રીતે મોટા ભાગના લોકો અટવાઈ જાય છે. અને મૂળરૂપ હેતુ ચૂકી જાય છે. શેઠ મફતલાલ એક વાર એક મેળામાં ગયા. રાતનો સમય હતો. ધ્યાન રહયું નહિ અને ચાલતા ચાલતા એક કૂવામાં પડી ગયા. કૂવો બહુ મોટો ન હતો. પણ એમાંથી બહાર નીકળવા માટે સીડી પણ નહોતી. એટલે મફતલાલ ગભરાઈ ગયા. અને ચીસો પાડવા માંડયા: બચાવો! બચાવો! મને બહાર કાઢો.” એક સંન્યાસીએ આ બૂમાબૂમ સાંભળીને કહયું “ભાઈ! ભગવાને તને જે સજા આપી છે, એ પ્રેમથી ભોગવી લે. કષ્ટ સહન કરવાથી કર્મનો ક્ષય થશે. સંસારની સેન્ટ્રલ જેલમાંથી છૂટી જશે. એટલે બહાર આવવાની કોશિશ ન કર.” આમ કહીને સંન્યાસી ત્યાંથી ચાલ્યા ગયા એટલે એક નેતાજી આવી પહોંચ્યા. અવાજ સાંભળીને બોલ્યાઃ “શેઠજી! કૂવા પર પાળી ન હોવાથી એટલે તમે અંદર પડી ગયા. આ પ્રશ્ન તમારા એકલાનો નથી. ભારતના હજારો ગામડાઓમાં આવા ખતરનાક કૂવાઓ છે. જેના ઉપર પાળ નથી. આગ્રાની સંસદની બેઠકમાં હું આ અંગે એક બીલ રજુ કરીશ કે ભારતના બધા કૂવાઓ પર પાળ બનાવી દેવામાં આવે. જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના બને નહિ. તમે ચિંતા કરો નહિ.” શેઠજી બોલ્યા: “અરે! ભાઈ! બીલ જયારે પાસ થવાનું હશે ત્યારે થશે. પણ લે? હમણાં તો મને મદદ કરો. નહિ તો હું મરી જઇશ.” નેતાજી કહે: “તો તો વધારે સારું તમારી શહીદીથી તો મારા બીલમાં નવો આ ૨૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100