Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 47
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખીર ચાખી ખીર એટલી બધી સ્વાદિષ્ટ બની હતી કે એનાથી રહેવાયું નહિ... આ એટલે એ એકલી જ બધી ખીર ઝાપટી ગઈ. બાર વાગે મિયાં દોસ્ત સાથે આવીને જમવા બેઠા... પણ થાળીમાં ખીર જોઈ નહિ એટલે બોલી ઉઠયા: “કેમ ખીર બનાવી નથી?” કેવી રીતે બનાવું? આ તમારી પ્યારી બિલાડી બધું દૂધ પી ગઈ..” બીબી મિયાંએ પાળેલી બિલાડી બતાવતાં બોલી. આ સાંભળતાં જ મિયાં ઊઠીને બહાર ચાલ્યા અને એક વાણિયાને ત્યાંથી ત્રાજવા-કાટલા લઈ આવ્યા. ત્રાજવાના એક પલ્લામાં બિલાડીને બેસાડી અને એનું વજન કર્યું. તો બરાબર એક કિલોગ્રામ થયું. એટલે મિયાંએ બીબીને ધમકાવીને પૂછયું: “આ એક કિલોગ્રામ દૂધ હતું તો પછી બિલાડી કયાં છે? અને આ બિલાડી હોય તો પછી દૂધ ક્યાં છે?” આમ તકના આધારે આંકડી ખુલી ગઈ. બીબીએ ભૂલ કબૂલ કરીને માફી માંગી. કહેવાનો આશય એ છે કે સિદ્ધાન્તની રક્ષા માટે, એમાં કોઈ ખોટી વાત પ્રવેશી ન જાય એની ચોકીદારી માટે સમ્યક તર્કનો ઉપયોગ કરવામાં આવે છે. શાસ્ત્રોના પરસ્પર વિરોધી વચનોનો સમન્વય પણ એના ઉપયોગ વડે જ થઈ શકે છે. “વિજ્ઞાનધન.” વગેરે વેદ-પદોથી જયાં એક બાજુ એમ કહયું કે, પાણીના પરપોટાની જેમ પંચ મહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલું શરીર મૃત્યુ પામતાં ફરી એમાં જ વિલીન થઈ જાય છે. એટલે આત્મા નામનો કોઈ અલગ પદાર્થ રહેતો નથી. તો વળી બીજી ઋચાઓમાં આત્માના અસ્તિત્વ વિષે કહેવાયું છે. જેમકે, "સ તે માત્મા જ્ઞાનમઃા નહä gg affટાનઃ, નવમાત્મા કહીનેન રમ્ય / સીન ન જપ્યtપતા હત્યાઃવગેરે. એ રીતે અનેક ઋચાઓમાં આવતો આત્માનો ઉલ્લેખ એવું સિદ્ધ કરે છે: વિજ્ઞાન પર્વત મૂ:" વગેરે પદોનો કોઈ અલગ અર્થ હોવો જોઈએ. એ અલગ અર્થ પ્રભુએ ઇન્દ્રભૂતિને સમજાવ્યો. અને તેઓ “પ્રત્યુત્યનમતિ' હોવાથી તત્કાળ તે અર્થ સમજી પણ ગયા. ચાણક્ય સાચું જ કહયું છે: जले तैलं खले गुहयं पात्रे दानं मनागपि । ૩૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100