Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેકની ગેરહાજરીમાં જ મનોવિકારનું જોર વધે છે. આત્મા કર્મથી કલૂષિત થાય છે. વિચાર દૂષિત થાય છે. શેઠ (આત્માએ) બહુ સમજાવ્યું પણ કોઈ માનવા તૈયાર થયું નહિ. છેવટે આત્મારામભાઇ એક સાધુ પાસે ગયા; પોતાની સમસ્યાને લઇને) આજે તો આપણે એક ‘ફેમીલી ડૉક્ટર' રાખીએ છીએ. કારણ કે એના વગર આપણું કામ જ ચાલતું નથી. અસત્ય બોલવું હશે તો વકીલના સહારાની જરૂર પડશે. અસત્ય એટલું નબળું હોય છે કે પોતાના પગ ઉપર તે ઊભું પણ રહી શકતું નથી. એને ચાલવા માટે વકીલના પગની જરૂર પડે છે!! સ્વાદના લોભમાં ફસાઇને લોકો પેટને કચરાપેટી બનાવી દે છે. હોટેલમાં ખાવાનો ચસકો હોય તો પછી હોસ્પિટલમાં ટ્રાન્સફર થવું પણ પડે. પછી ફેમીલી ડૉક્ટર વગર તમને શી રીતે ચાલે? આહાર સાત્ત્વિક ન હોય તો ફેમીલી ડૉક્ટરની જરૂર પડે છે. વ્યવહાર સાત્ત્વિક ન હોય તો ફેમીલી વકીલની જરૂર પડે છે. એ જ રીતે હું તમને એક સલાહ આપવા માગું છુંકે જો આચરણ સાત્ત્વિક ન હોય તો તમે તમારા એક ‘ફેમીલી સાધુ’ની પસંદગી પણ કરી લેજો. જે સુખ-દુ:ખમાં સાચા મિત્રની જેમ તમારા સહાયક બને. માર્ગદર્શક બને. કલ્યાણકાર્યના પ્રેરક બને. શેઠ આત્મારામે સાધુ ની સલાહથી એક નોટીસ તૈયાર કરીને શરીરને મોકલી આપી. એમાં લખ્યું હતું: ‘ચોવીસ કલાકમાં તમારી વચ્ચે એકતા નહિ થાય તો... સમસ્ત અંગા વચ્ચેના મતભેદો દૂર નહિ થાય તો... હું આ મકાન (શરીર) છોડીને કોઇ બીજા મકાનમાં ચાલ્યો જઇશ. ટ્રાન્સફર્ડ થઇ જઇશ.’ જેવી નોટીસ મળી કે આંખ, કાન, નાક, જીભ, હાથ પગ અને પેટ બધાએ એક ઇમરજન્સી મિટીંગ બોલાવી. વકતાઓએ કહયું: “શેઠ આત્મારામ ચાલ્યા જશે તો ગજબ થઇ જશે. બધા તાગડધિન્ના બંધ થઈ જશે. લક્કડમાં (લાકડાને જલાવી નાંખતા) આપણી બધી અક્કડ (અહંકારિતા) ભક્ક (રાખ) થઇને ઊડી જશે. આ એક કવિએ કહયું છે: - "ડછન્ન ભો જ ભો, વ તા હૈ ખોર્ નભિયોં મેં । याद रखना इस तनकी; उडेगी खाक गलियों में ॥" For Private And Personal Use Only એટલે સંપીને- સમજીને રહેવામાં જ મઝા છે. પછી સર્વસમ્મતિ પૂર્વક નિર્ણય લેવાયો અને નોટિસનો જ્વાબ આ પ્રમાણે આપવામાં આવ્યો ૧૭ RX FR

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100