________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
, ,
,
;
૪ શ્રી ઇન્દ્રભૂતિ સમવસરણમાં પહોંચી ગયા હતા. એમના મનમાં એક શંકા હતી. એ વિષે એમણે આજ સુધી કોઈને કાંઈ કહયું નહોતું. એ જિજ્ઞાસા વાસ્તવિક હતી.વિચારની ભૂમિકાએ ઉત્પન્ન થઈ હતી. શાસ્ત્રોનો સ્વાધ્યાય કરતા કરતા પેદા થઈ હતી. ગંભીર પ્રશ્નનો ઉત્તર પણ ગંભીર પ્રભાવ પાડે છે. આ જ કારણે પ્રભુ મહાવીરના ઉત્તરથી ઇન્દ્રભૂતિ આટલા બધા પ્રભાવિત થઈ ગયા અને તે જ ક્ષણે એમના શિષ્ય બની ગયા. કેટલાક લોકો અધૂરા પ્રશ્ન લઈને આવે છે, તો વળી કેટલાક બીજા પાસેથી ઉધાર લીધેલા પ્રશ્નો લઈને આવે છે. આવા લોકોને ઉચિત સમાધાન મળતું નથી. કેટલીકવાર તો પ્રશ્ન પૂછનાર પોતે જ જાણતો નથી હોતો કે પોતે શું પૂછી રહયો છે? પ્રશ્નમાં આગળ-પાછળનો કોઈ મેળ જ હોતો નથી. ઉચિત સમાધાન એ જ પ્રશ્નનું થઈ શકે જેને વિચાર અને ચિંતનની નકકર પાશ્ર્વભૂમિકા પ્રાપ્ત થઈ હોય. પ્રશ્ન નિરાધાર નહિ, પણ સાધાર હોવો જોઈએ. પ્રાસ અસલી હોય તો જ તે બુઝાવી શકાય. જિજ્ઞાસા અને પ્યાસ ઉધાર મળતી નથી. પાણી પીવડાવનારા તો બહુ મળશે પણ પ્યાસ કયાંથી લાવશો? એ જ રીતે ઉપદેશકો અને પંડિતો તો ઘણા મળી જશે... પરંતુ સાચી જિજ્ઞાસા કયાંથી લાવશો? એ તો તમારી અંદરથી જ નીકળવી જોઈએ. ઉત્તર પ્રશ્નની પ્રકૃતિ અનુસાર જ અપાય છે. જેવો પ્રશ્ન એવો ઉત્તરી એક દિવસ પ્રોફેસર મફતલાલે ફિલોસોફી ભણાવતી વખતે એક પ્રશ્ન વિદ્યાર્થીઓને પૂછયો: “જો હું દિલ્હી જવા માટે હવાઈ – જહાજમાં બેસીને નીકળું અને મારું જહાજ કલાકના ત્રણસો કિલોમીટરની ઝડપે ઉડતું હોય તો કહો કે મારી ઉમર કેટલી હશે?” પ્રશ્ન સાંભળીને બધા વિચારમાં પડી ગયા. કારણ કે પ્રશ્ન જ વિચાર્યા વગર પૂછાયેલો હતો. ગણિતનું કોઈ સૂત્ર એવું ન હતું. કોઈ ફોર્મ્યુલા એવી ન હતી કે જે આ ઉટપટાંગ સવાલને ઉકેલવામાં મદદરૂપ બની શકે! બધા એક-બીજા સામું જોવા માંડયા. આવો વિચિત્ર કોયડો તો કોઈએ આજ સુધી સાંભળ્યો ન હતો. છેવટે એક વિદ્યાર્થી હિમ્મત કરીને ઊભો થયો: સર! તમે ખોટું ન લગાડો તો હું તમારા પ્રશ્નનો જવાબ આપું.”
ર0
For Private And Personal Use Only