Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 4: કરી છે , Ly, ચરણની (પગની) આ પૂરકતા. પ્રેમળતા પ્રણામ કરવા યોગ્ય છી અપનાવવા જેવી છે!! અહંકારને દૂર રાખવામાં આવે તો જ આ સગુણ ઉત્પન્ન થાય. પરંતુ ઇન્દ્રભૂતિ માટે કાંઈક જુદી જ ઘટના બની ગઈ. એમના માટે ઝેર પણ અમૃત બની ગયું. “પોઈઝન' પણ “મેડિસિન’ બની ગયું. શાસ્ત્રકારોએ કહયું છે. મહંતોકરિ સોપાય | અહંકાર પણ ઈન્દ્રભૂતિને માટે પ્રતિબોધનું કારણ બની ગયું. કેમકે અહંકારના કારણે તેઓ અરિહન્ત પ્રભુ શ્રી મહાવીર પાસે ગયા. અને તેમના પરિચયને પામવાનું નિમિત્ત અહંકાર બની ગયો!! સાધારણ નિયમ એ છે કે સમર્પણ વગર... અહંકારનો ત્યાગ કર્યા વગર... નમતાને અપનાવ્યા વગર કોઈ પ્રાપ્તિ થતી નથી.' નળમાંથી જળ (પાણી) મેળવવા માટે ઘડો કયાં મૂકવો જોઈએ? નળના માથા ઉપર મૂકવામાં આવે તો ઘડો ભરાય ખરો? કૂવામાંથી પાણી કાઢવા માટે બાલદી (ડોલ) રસ્સી વડે બાંધીને કૂવામાં ઉતારવી પડે. પછી ડોલને હલાવવી પડે... જેવી ડોલ (બાલદી) નમવા માંડે કે તરત જ પાણી અન્દર ભરાવા માંડે છે. જો ડોલ નમે નહિ, તો એમાં જળ ભરાય નહિ. બધો શ્રમ નિરર્થક જાય. ટ્રેઈન પ્લેટફોર્મ પર ત્યારે જ પ્રવેશે છે, જયારે સિગ્નલ મૂકે છે. નમે છે. રાતના સ્વીચ ઓન’ કરવાથી – નીચે પાડવાથી જ વીજળીનો પ્રકાશ રૂમમાં ફેલાય છે. સ્વીચ “ઓફ' રહે, ઊંચી રહે, ", તુ શિરઃ" (ઘમંડથી માથું ઊંચું રહે.) તો રૂમમાં અંધકાર જ છવાયેલો રહે. મન પણ આવી જ એક પ્રકારની “સ્વીચ” છે. એના અક્ષરો ઉલટાવી દેશો તો ‘નમ' બની જશે. મનમાં “નમનો પ્રવેશ થતાં જ તમ' (અંધકાર) ભાગી જાય છે. નમસ્કારના આગમન સાથે જ આત્માને જ્ઞાનનો પ્રકાશ મળી જાય છે. આ પ્રકાશમાં આત્માને અત્તરના સુખનો/શાસ્વત આનન્દનો અનુભવ થાય છે. જયાં સુધી શ્રી ઈન્દ્રભૂતિ નમવા તૈયાર થયા નહિ, ત્યાં સુધી જ્ઞાનથી વંચિત રહયા. જેવા નમ્ર બન્યા, તેવા જ નમનને યોગ્ય બની ગયા. વન્દનીય બની ગયા. એમનું અજ્ઞાન જ્ઞાનમાં પરિવર્તન પામી ગયું. વિકૃતિ જ આત્માની સંસ્કૃતિ બની ગઈ. આ હતું. વિનયનું ફળ. ૧૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100