Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - કેવળ સમભાવમાં રમણ કરનારા તથા જેના કષાય શાંત થઈ ગયા છો, એવા મોહરહિત યોગીની વાણી સાંભળીને હરિણી સિંહના બચ્ચાને, ગાય વાઘના બચ્ચાને અને બિલાડી હંસના બચ્ચાને પુત્રની જેમ વ્હાલ કરે છે. તથા મોરલી પ્રેમપૂર્વક (સ્નેહથી મજબૂર થઈને) આપને સ્પર્શ કરે છે. આ જ રીતે બીજા પ્રાણીઓ પણ ગર્વરહિત થઈને પોતાના જન્મજાત વૈરભાવનો ત્યાગ કરી દે છે. સાચું જ કહ્યું છે ને કે મia-mજાય તો વર : | [અહિંસાની પ્રતિષ્ઠા થતાં એ અહિંસક પુરુષની નજદિક રહેલા પ્રાણીઓ (પણ) વૈરભાવનો ત્યાગ કરી દે છે.] અહિંસક વ્યક્તિ જે ભૂમિ ઉપર વિચરે છે, ત્યાનું સમગ્ર વાતાવરણ બદલાઈ જાય છે. પવિત્ર બની જાય છે. આદ્ય શંકરાચાર્ય પોતાના મઠની સ્થાપના માટે શુંગેરીની ભૂમિ પસંદ કરી, ત્યાં જ એમણે પહેલા મઠની સ્થાપના કરી. કેમ ત્યાં જ? બીજે કેમ નહીં? એની પાછળ પણ એક કારણ છે. પોતાના પ્રથમ મઠની સ્થાપના માટે તેઓ યોગ્ય ભૂમિની શોધમાં હતા. ફરતા ફરતા તેઓ દક્ષિણ ભારતમાં ગયા. ત્યાં તેમણે એક અદ્ભુત દશ્ય જોયું. તેમણે જોયું તો ભયંકર તડકામાં હેરાન-પરેશાન થતા એક ઘાયલ દેડકા ઉપર એક નાગ ફેણ ફેલાવીને છાંયડો આપી રહયો હતો. આ દશ્ય જોઈને તેઓ આશ્ચર્યચક્તિ થઈ ગયા. કારણ કે સાપ અને દેડકા વચ્ચે તો ભક્ષ્ય અને ભક્ષક તરીકેનો સમ્બન્ધ હતો. પરંતુ અહી તો દેડકાનો ભક્ષક સાપ એનો રક્ષક બનીને બેઠો હતો. એ જંગલમાં રહેતા તપસ્વીઓને એમણે પૂછયું “જે દશ્ય મેં મારી આંખે જોયું છે, તે કોઈ ભ્રમ તો નથી ને? એ દશ્ય સાચું જ છે ને?” ત્યારે મુનિઓએ કહયું: “ના. આ કોઈ ભ્રમ નથી. પણ પૂર્ણ સત્ય છે. હકીકત છે. આવા દશ્યો અહીં વારંવાર જોવા મળે છે. કારણ કે વર્ષો પહેલાં અહી શૃંગેરી નામના અહિંસક તપસ્વી રહેતા હતા. એમના હૃદયમાં પ્રાણી માત્ર પ્રત્યે અખૂટ વાત્સલ્ય હતું. એમના વાત્સલ્યથી જ આ ભૂમિનો કણ-કણ પવિત્ર થયેલો છે. પ્રભાવિત બનેલો છે. આ જ કારણે આ ભૂમિ ઉપર વિચરતા પ્રાણીઓની વિચારધારા બદલાઈ જાય છે. એમનામાં રહેલી આજન્મ વૈવૃત્તિ નષ્ટ થઈ જાય છે. ૧૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100