Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આદ્ય શંકરાચાર્ય આઠમી શતાબ્દીમાં થઈ ગયા. એટલે આ વાત બારસો વર્ષ પહેલાની છે. તો કલ્પના કરો કે પચ્ચીસસો વર્ષ પહેલા જયાં પ્રભુ મહાવીરદેવ વિચરણ કરતા હતા, તે ભૂમિ કેટલી પવિત્ર હશે! જયાં જયાં પ્રભુ મહાવીર સ્વામી વિચરતા હતા, ત્યાં ત્યાં ચારે બાજુ બાર જોજન સુધી એક અહિંસક વર્તુળ જામી જતું. આ વર્તુળમાં “એટ્રેકશન ઓફ લવ' એમનું આકર્ષણ) છવાઈ જતું. પ્રેમ-ક્ષેત્રના એ પરિધમાં પ્રવેશ પામતા દરેક પ્રાણીના મસ્તિષ્ક-તરંગોમાં ફેરફાર થઈ જતો. આજન્મ વૈરી એવા પશુઓ અને પક્ષીઓ – તમામ પોતાનામાં રહેલી વૈર-ભાવનાને ભૂલીને પરસ્પર પ્રેમ કરવા લાગતા. એમનું આચરણ પવિત્ર બની જતું. અહિંસક બની ગરમીમાં સડક ઉપર રખડતું બાળક જયારે ઘરમાં આવી જાય ત્યારે તે શાંતિ પામે છે. એ જ રીતે બહાર વિષય-કષાયમાં ભટકતી મનોવૃત્તિ જો આત્મામાં રમણ કરવા માંડે તો એને શાંતિનો અનુભવ થાય છે. શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમને પણ સમવસરણમાં પ્રભુ મહાવીરદેવના દર્શન કરતાં એવી જ શાંતિનો અનુભવ થયો. લક્ષ્યને ખાતર દીપકની આસપાસ ચક્કર મારતા એક નાના પંતગિયાને જોઈને એક પ્રેમાતુર વ્યક્તિએ કહયું: “જુઓ.. પંતગિયાની પ્રેમનપપાસા! પોતાના પ્રેમીને ખાતર પ્રાણ ન્યોચ્છાવર કરવા માટે તે કેવો તડપી રહયો છે?” એક ઉદાસીન વૈરાગીએ કહયું: “આ તો નરી મૂઢતા છે!! રૂપમાં મુંઝાયેલા માનવની જેમ આ પંતગિયું પણ દીપકના લાલ-પીળા ચળકાટમાં મુગ્ધ બનીને પ્રાણથી હાથ ધોવા તત્પર થયો છે!!” બન્નેની વાત સાંભળીને એક વીર સાધક બોલ્યા: “પ્રેમ અને મોહની ભાષા તો તમારી છે. પંતગિયાને એનાથી શી લેવા-દેવા? એ તો પોતાના લક્ષ્યમાં સમાઈ જવા માટે ઉતાવળો થઈ રહયો છે. એની સમક્ષ પ્રાણોનું નહિ – લક્ષ્યનું જ મૂલ્ય છે. હજી ૧૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100