Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir लक्षणे मम दक्षत्वं, साहित्ये संहिता मतिः । तर्केड कर्कशता नित्यं, कू शास्त्रे नास्ति मे श्रमः? “લક્ષણ-શાસ્ત્રમાં હું નિપુણ છું. સાહિત્યશાસ્ત્રમાં મારી બુદ્ધિ અઅલિત છે. તર્કશાસ્ત્રનું અધ્યયન તો મેં એટલું ઊંડાણથી કર્યું છે. કે તે મને બિલકુલ કઠોર (કર્કશ) લાગતું નથી. વ્યાકરણ, કોશ, છન્દ, રસ, અલંકાર, જયોતિષ, વૈધક, દર્શન, ધર્મ, અર્થ, કામ, મોક્ષ વગેરે સમસ્ત શાસ્ત્રોનું અનુશીલન-પરિશીલન અને ચિત્તન-મનન મેં કર્યું છે. કયા શાસ્ત્રને આધારે તે જાદૂગર મારી સાથે ચર્ચા કરશે? હમણાં જ જઈને જોઉ છું કે એ કેવો જ્ઞાની છે? સૌની સામે એની સર્વજ્ઞતાનો ઘમંડ ધૂળમાં ન મેળવી દઉ તો મારું નામ ઇન્દ્રભૂતિ નહિ!!! કવિને માટે કયો રસ અપોષ્ય છે? ચક્રવર્તીને માટે કયો દેશ અજેય છે? વજૂને માટે કઈ વસ્તુ અભેદ્ય છે? મહાયોગીઓને માટે કઈ સિદ્ધિ અસાધ્ય છે? સુધાપીડિતો માટે કઈ વસ્તુ અભક્ષ્ય છે? દુષ્ટો માટે કયો શબ્દ અવાચ્ય છે? કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિન્તામણી માટે કઈ વસ્તુ અદેય છે? એજ રીતે મારા જેવા સર્વ શાસ્ત્રવિશારદ મહાપંડિત માટે આ જગતમાં કયો પંડિત અજેય છે? કોઈ જ નહિ! સિંહની ગર્જના સાંભળીને જેમ જંગલના તમામ પ્રાણીઓ કમ્પી ઊઠે છે, તેમ મારી ગર્જના સાંભળીને એ બિચારો વ્યાકુળ બની જતો હોય તો ભલે બને? એમાં હું શું કરું? એણે પડકાર ફેંક્યો છે એટલે મારે ચર્ચા કરવા માટે જવું પડે છે. નહીતર કોઈને નીચો પાડવાનું મને જરા ય ગમતું નથી. આવા વિચારોમાં ડૂબેલા ઇન્દ્રભૂતિ જેવા સમવસરણના દ્વાર પાસે પહોંચીને સીડીના પહેલા પગથિયે પગ મૂકે છે ત્યાં જ અશોક ર્વેની નીચે, ત્રણ છત્રથી સુશોભિત સુવર્ણ સિંહાસન ઉપર વિરાજમાન પ્રભુ મહાવીરદેવનું નિષ્કલંક ચન્દ્ર જેવું સૌમ્ય, શાંત, પ્રકાશમાન અને તેજસ્વી મુખારવિન્દ્ર જોતાં જ એનો તમામ ગર્વ ઓગળી જાય છે. એ વિચારમાં પડે છે કે આ મહાપુરુષ કોણ છે? શું આ બહમા છે? ના... કારણ કે એ તો જગતના નિર્માણમાં પ્રવૃત્ત છે. જયારે આ તો નિવૃત્ત છે. ': પN For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100