Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 22
________________ પવિત્ર થશે. મુક્તિ એ જ છે, કારણ કે હિંદીઓ પોતાની ભૂમિમાં મુક્તપણે જીવી શકશે,–ગુલામ કે કીડા માફક નહિ. આપણે સ્વતંત્રતાની વાત કરીએ છીએ : પણ સ્વતંત્રતા શાની ? આપણને શું જોઈએ છે તે જ આપણે જાણતા નથી : ફક્ત પોપટની માફક કેઈએ શિખવેલ “સ્વતંત્રતા ” શબ્દ બક્યા કરીએ છીએ. અંદરની સ્વતંત્રતા વગર બહારની સ્વતંત્રતા સંભવતી જ નથી એ કુદરતી કાનૂન છે. ન માની શકતા હોય તેમણે સ્વતંત્ર દેશનાં સ્ત્રી-પુરૂષાનાં જીવનનું બારીકાઈથી અવલેકન કરવું. એમના મન ઉપર એમનો કેટલે કાબૂ છે? એમની બુદ્ધિ કેટલી તીવ્ર છે ? એમનું ચિત્ત કેટલું ઉંડુ અને નિર્મળ છે? એમનું વ્યક્તિત્વ કેવું વા જેવું છે? એમનું જીવન કેટલું વ્યવસ્થિત અને ઉંચા શેખવાળું છે ? લજજા-શંકા-ભય : એ ત્રણ રાક્ષસેથી સ્વતંત્ર એમનું દરેક વર્તન કેવું પ્રકૃતિજન્ય છે? સંતાન ઉછેરવાની કાળજી અને અનુભવ તે કેવો સુંદર ધરાવે છે ? હમારા યોગશાસ્ત્રમાં કહેલા નિયમોનું ફળ એમના જીવનમાં કેટલું ઓતપ્રોત છે ? એવા લેકે રાજ ન કરે તો હિંદુ ધર્મો અને યેગશાસ્ત્રો જૂઠ્ઠા પડે. આપણાં શાસ્ત્રોનું સંશોધન કે ભાષાન્તરકાર્ય પણ યુરેપી વિદ્વાનો આપણું પંડિતો અને ધર્મગુરૂઓ કરતાં સારું કરી શક્યા છે હેનું કારણ શું? કારણ એ છે કે તેમાં ચિત્તની એકાગ્રતા અને જોખમદારીના ભાનરૂ૫ વ્યક્તિત્વ છે; જે અમારામાં નથી અગર કઈમાં છે તે બહુ અલ્પ અંશમાં. આપણાં બુદ્ધિ અને ચિત્ત અને વ્યકિતત્વ રોગી અને નબળાં હોવાથી જ આપણે નીતિઓ પાળવા છતાં ય નીતિઓને ભ્રષ્ટ કરીએ છીએ. દાખલા તરીકે અહિંસાની નીતિ તથા શીલની નીતિ તપાસે. હડકાયા કૂતરાને પણ નહિ મારવા તથા પ્રતિક્ષણ કીડી મકોડીની પણ રક્ષા કરવા સુધી આપણે અહિંસા પાળીશું અને પિતા તરફની અહિંસા શું ચીજ છે હેને તો ખ્યાલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102