Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
૪૯
આર્ય ધર્મ પાળતી હોય એવા મનુષ્યને જાનવર જાણ. તે પિતાનું તેમ જ પારકાનું અહિત કરી બેસે છે.
બુદ્ધિની આજ્ઞા મુજબ મનને વર્તાવવાને પ્રયત્ન કરવા એનું જ નામ “પુરુષાર્થ ” છે.
લડાઈ લડવી એ પુરુષાર્થ છે એમ જેઓ કહે છે, અને જેઓ કહે છે કે ઈશ્વરનું નામ જયાં કરવું એ પુરુષાર્થ છે, તેઓ બને શાસ્ત્રીય પરિભાષા હમજ્યા નથી.
બુદ્ધિની આજ્ઞા જ્યારે મન ન માનતું હોય અને હઠીલું થઈ ધાર્યું કરવા ફૂદાકૂદ કરી રહ્યું હોય ત્યારે હેને બીજે રસ્તે વાળવા ઈશ્વરનું નામ જપાય કે એને શાન્ત કરવા ધ્યાન ધરાય એ વાજબી રીતે તે વખતને પુરુષાર્થ છે, કારણ કે એમ કરવામાં મન ઉપર બુદ્ધિને ઉપગ થયે છે.
લાંબા કાળની ગુલામીને લીધે અથવા ધર્મ સંબંધી ભૂલભરેલા કાઈ ખ્યાલને લીધે મનુષ્ય પ્રમાદી બની ગયે હોય ત્યારે જાતિ કે દેશ માટે સામાજિક કે રાજકીય યુદ્ધમાં ઉતરવું એ “પુરુષાર્થ ” છે, કારણ કે હેમાં પ્રમાદી મન પર બુદ્ધિએ પુરુષાર્થથી જય મેળવ્યો છે. પણ કૂદાકૂદ કરવી, કઈ નહિ ને કાંઈ ધમાલે કર્યો કરવી, પોતાની બુદ્ધિના ઉપગ વગર કેઈની ઉશ્કેરણીથી કોઈ જાતની લડાઈ કે પ્રવૃત્તિ કર્યા કરવી એ “પુરુષાર્થ નથી પણ પુરુષાર્થનું ખૂન છે.
પુરુષાર્થ તે મનની સુરતી તેમ જ મનની સ્વછંદી કુદાકૂદ બનેને બુદ્ધિથી રેકવી એમાં જ છે.
બુદ્ધિને તાત્કાલિક અવાજ એ સાચે અવાજ નથી. સંગેનું સાંગોપાંગ ચિત્ર દેરી બુદ્ધિ જ્યારે
જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com