Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
શીલ
૬૭
ત્યાં સુધી નબળા પક્ષે સબળા પક્ષને ગાળ દઈને લમણે હાથ દઈ બેસવાથી એનું પોતાનું હિત નહિ જ થાય. બડબડવું એ નિર્માલ્યતા છે. વ્યક્તિત્વ ખિલવવું અને સહકાર સાધવે એ જ ખરો ઈલાજ છે. હજી સ્ત્રીઓ પોતાના નિશ્ચય જ પિતે નથી કરી શકતી તે સહકાર તે સાધે જ કેવી રીતે? અને તેમ ન થાય તે પુરુષવર્ગની જોહુકમી કે સ્વેચ્છાચારીપણાને અટકાવી પણ કેમ શકશે? આય ! લાખ વાત છેડી વ્યક્તિત્વ કેળ અને અખિલ સ્ત્રી વર્ગનું સઘદૃન કરે–પછી બધું આપોઆપ ઠીક થશે. વ્યક્તિત્વ વગર સંઘટ્ટન પણ નહિ જ અને. “ચાર મળે એટલા તે ઉખાડી નાખે એટલા” એ કહેવત સ્ત્રી વર્ગમાં વ્યક્તિત્વ નહિ કેળવાયાનું જ પરિણામ છે.
- યુરેપ-અમેરિકામાં હજારે વિવેકી સ્ત્રીઓ જોખમદારીના ભાનને લીધે જ જીદગી પર્યત અવિવાહિત રહેવાનું પસંદ કરે છે. હજારે સ્ત્રીએ સંજોગોની રાહ જોઈ ત્રીસ-પાંત્રીસ વર્ષ સુધી કુમારિકા રહે છે. એમને તો આજીવિકા પણ આપકમાઈમાંથી કરવાની હોય છે, પણ એમની તરફ કુદષ્ટિ કરવાની પુરુષો હિંમત તો શું પણ ખ્યાલ પણ કરી શક્તા નથી. તમારા દેશના પુરુષવર્ગને એવા બનાવવાનું કામ હમારું પોતાનું છે. - બ્રહ્મચર્યને ખરા અર્થ શું છે? બ્રા એટલે આદ્યશક્તિ, પરમાત્મા, મૂળતત્વ, આત્મા, પરમાત્મામાં જ ચાલવું અર્થાત્ પરમાત્મા તરફ જ અખંડદષ્ટિ રાખીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com