Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
આર્યધર્મ : લેખક, વા. મા. શાહ
ઉપવાસની એમને જરૂર અવશ્ય છે. ઉપવાસ તે છે કે જેના પાલનથી અમુક વર્ષે એવી સ્થિતિ ઉત્પન્ન થવી જોઈએ કે જ્યારે ઉપવાસની જરૂર જ ન રહે.
ઉપવાસ કરવા અને પછી ખારાકના કુદરતી નિયમાના ભંગ કરતા રહેવું એ ાટામાં મ્હાટી મૂર્ખતા છે. હાથ-પગને ઉદ્યમી રાખવા એ પણ તપ છે.
७२
હાથ-પગને સદા થકવી નાખે એવા શ્રમ લેનાર સ્ત્રી પુરુષનું મગજ શાન્ત રહે છે, પાચનક્રિયા ખરાખર થાય છે અને હિંમત વધે છે.
વાણી ખેલવા પહેલાં વિચાર કરવાની ટેવ પાડવી એ પણ તપ છે. મેાલનાર હું કઈ સ્થિતિના મનુષ્ય છું ? કેાની સમક્ષ બેસું છું? પ્રસંગ શું છે? ખેલવામાં મ્હારો આશય શું છે? પરિણામ શું સંભવે છે? આ મધું વિચારતાં સુધી ખેલવું અટકાવવું એ તપ છે.
સંકુચિત સ્વાર્થને દાખી બીજા કોઇની કે સમાજની સેવા થાય——હિત થાય એવું કાંઈ કરવું તે તપ છે. કારણ કે એમાં સંકુચિત સ્વાર્થની પ્રેરણાને દાખવાના પુરુષાર્થ છે. પેાતાના તાત્કાલિક હિત કે સુખના ખ્યાલને દાબી પેાતાના દૂરના અને મ્હોટા હિતના વિચારથી કામ કરવું એ પણ તપ છે.
મનના સંકલ્પવિકલ્પને દાબીને કાંઈ ઉપયેગી વાત સાંભળવી, ઉપયેાગી ગ્રંથ વાંચવે, અગત્યની ખાખત પર મનન કરવું એ ઉંચા પ્રકારના-માનસિક તપ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com