Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
કર
આર્યધર્મ : લેખક, વા. મા. શાહુ
તાત્કાલિક ઇલાજોનું અને ઘરને હિસાબ રાખવાનું કામ જાણવું અને કરવું જોઇએ.
ગમે તેવી શ્રીમંત સ્થિતિમાં બાળકાને ધવરાવવા તથા ઉછેરવાનું અને પતિ માટે રસાઇ કરવાનું કામ સ્ત્રીએ પેાતે જ કરવું એ સુંદર લ્હાવા છે અને સર્વને માટે હિતકર છે.
ગામગપાટા, કુથલી, કાઈને અર્થ ન સરે એવી વાતચીત, પડયાં પડયાં તર્કવિતર્ક કરવા : આ સર્વે અનાર્યપણાના–અણુઘડપણાંના લક્ષણ છે. આર્યો દરેક પળને કાંઇ નહિ ને કાંઈ ઉપયેગી કાર્યથી શણગારે. ઉદ્યમીને ખાટા વિકાર થવા પામતા નથી.
કાઈપણ પુરુષને દેખીને આર્યાં શરમાય નહિ. સ્ત્રીને જોતાં હું ‘મનુષ્યને જોઉં છું એવા જ
પુરુષ કે ખ્યાલ કરે.
સ્ત્રી એ પુરુષના ભાગ્ય પદાર્થ છે એવી ષ્ટિવાળા મનુષ્યે ભયંકર નાગ છે. નાગથી અલખત · મનુષ્ય ’ અચીને જ ચાલે.
સેંકડા પેઢીએ થયાં પુરુષના માનસમાં જે સ્વછંદીપણું ખિલતું આવ્યું છે વ્હેને દૂર કરી હેની જગાએ વિવેક પ્રકટાવ્યા સિવાય હિંદીઓનું ગૃહજીવન કે જાહેરજીવન તનદુરસ્ત કદાપિ થઇ શકે જ નહિ, અને પુરુષના માનસમાં વિવેક પ્રકટાવવાનું કામ વજ્ર જેવા શીલવાળી સીઆથી જ મની શકે, બીજા કાઈથી નહિ પણ સ્ત્રીઓના દઢ મનેાખળવડે જ બની
શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com