Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
આર્યધર્મ : લેખક, વા. મે. શાહ.
નબળા બાંધાવાળા અને મુડદાલ અંત:કરણવાળા મનુષ્યોએ સ્વદયા તેમ જ પદયા ખાતર લગ્નથી દૂર રહેવું ઘટે, અને એવાં મનુષ્યો અજ્ઞાનદશામાં વિવાહિત થઈ ચૂકયાં હોય તો તેઓએ પ્રજોત્પત્તિના મેહથી બચવું એમાં એમનું, કુટુમ્બનું, દેશનું અને માનવજાતિનું હિત છે.
સશક્ત સ્ત્રી-પુરુષે પણ બાળઉછેરનાં સાધન વગર પ્રજોત્પત્તિને મેહ ન કરવો ઘટે.
સશક્ત અને સાધનસંપન્ન સ્ત્રી-પુરુષે ત્રણ સંતાનથી વધુ “જોખમદારી ... હેરવા પહેલાં અનેકવાર વિચાર કરવો ઘટે.
સ્ત્રી-પુરુષના આખા જીવનની ન્હાની–હાટી દરેક ક્રિયા ભવિષ્યની પ્રજાને દષ્ટિમાં રાખીને જ થવી જોઈએ, કારણકે ક્રિયાઓ પ્રમાણે સંસ્કાર બને છે અને એ સંસ્કાર ભવિષ્યમાં બાળકમાં ઉતરે છે. બીજા શબ્દોમાં કહીએ તે, લગ્ન એ એક ભવિષ્યના બાળક માટે એક સ્ત્રી અને પુરુષથી અપાતે પોતાની જીદગીઓને ભેગ છે.
ઉંચા આશય વગરનું લગ્ન વ્યભિચાર છે. ઉંચા આશય વગરનું જીવવું નરક છે. ઉંચા આશય વગરનું ખાવું જાનવરપણું છે. ઉંચા આશય વગરનું બોલવું ભસવું છે.
જીવનની દરેક ક્રિયા ઉંચા આશયથી જ કરવાની ટેવ પાડો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com