Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 59
________________ પર આર્યધર્મ: લેખક, વા. મે. શાહ દુઃખી તરફ મનથી અનુકમ્મા કરવી એ દાન છે. કેઈનું દુઃખ ટળે કે ઓછું થવા પામે એવી સલાહ આપવી એ દાન છે. દુઃખીને દિલાસો મળે કે હિમ્મત મળે કે ઘડીભર દુઃખને વિસારે થાય એવું બોલવું એ પણ દાન છે. ભૂખ્યા-તરસ્યાને અન્નજળ આપવું એ દાન છે. વિદ્યાદાન પેટે આપવું કે અપાવવું એ દાન છે. રસ્તે ચૂકેલાને માર્ગ બતાવ એ દાન છે. લોકહિતના સુવ્યવસ્થિત કાર્યમાં દ્રવ્યથી, સિફારસથી કે જાતમહેનતથી ફાળો આપે એ દાન છે. બીમારની માવજત કરવી-કરાવવી એ દાન છે. ઘર, આંગણું, પળ, ગામ સાફ રાખવું–રખાવવું એ સાર્વજનિક દાન છે. જાતિમાંથી હાનિકારક રૂઢિઓ અને અજ્ઞાન દૂર થાય એવી પ્રવૃત્તિ કરવી કે કરાવવી તથા એવી પ્રવૃત્તિ કરનારને અનુમોદન તથા યથાશક્તિ સહકાર આપે એ દાન છે. સુખી કે જ્ઞાનીને જેઈમનમાં ખુશી થવું એ દાન છે. પોતાને દરરોજ કાંઈક નવું જ્ઞાન કે અનુભવ મળે એવી કાળજી રાખવી એ સ્વદયા અથવા શ્રેષ્ઠ દાન છે. * દાન માટે શ્રીમંત થવાની રાહ જોવી નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102