Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 20
________________ ૧૫ મનુષ્ય ધર્મને કે નીતિને કે સમાજને કે કોઈપણ ઉચ્ચ આશયને વફાદાર હોય એ કોઈ કાળે બન્યું નથી અને બની શકે નહિ. મનુષ્યમાં જેમ બહારનો માણસ” અને “અંદરને માણસ' (જ્ઞાનેન્દ્રિયો' તથા કર્મેન્દ્રિયો” અને “અંતઃકરણ) એમ બે પક્ષ છે, તેમજ જીવનમાં પણ આ લોક” અને પર લોક’ એવા બે પક્ષ છે. આ લોક” એટલે જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિયાને, તે જે જે પદાર્થોના સંગમાં આવે છે તેઓ સાથે વ્યવહાર. અને “પરલેક એટલે મન, બુદ્ધિ, ચિત્ત તથા વ્યકિતત્વથી થતી ક્રિયા-પ્રતિક્રિયાને પ્રદેશ, કે જે પ્રદેશમાં જ શકિત-અશક્તિને વાસો છે. હવે જેણે મન, બુદ્ધિ, ચિત્ત અને વ્યક્તિત્વને તો ઓળખવાની ય જીંદગીભરમાં દરકાર કરી નથી તથા એમના આરોગ્ય અને વિકાસ માટે પ્રયત્ન કર્યો નથી એવા મનુષ્યોને બહારના કાયદા કાનૂનથી, ઉપદેશથી કે રક્ષાથી પણ હિત કેમ થઈ શકવાનું હતું? જેની બુદ્ધિ જ જડ છે તે ધર્મ કે જે માનસિક સાયન્સ છે તે કેમ હમજી શકવાનો હતો ? જેનો હૃદયનો આયનો જ વાંકે છે તેવો મનુષ્ય ગમે એવી ઉત્તમ વાત કે ઉત્તમ મનુષ્યની મજાક જ કરે એમાં શું આશ્ચર્ય ? વસ્તુસ્થિતિ એમ હોઈ આજના હિંદીઓને ધર્મ, તત્ત્વજ્ઞાન, દેશપ્રેમ, ખાનદાનીભરી પ્રવૃત્તિઓ, મેઝ ખાતરનાં મરી પડવાં, એવું કાંઈ શિખવવાના જેટલા પ્રયાસ થાય તેટલા લગભગ નિરર્થક જ નીવડે. કૂતરાનો સંઘ કાશીએ ન જાય અને આંતરિક શકિતઓની તાલીમ વગરના Undisciplined લેકોનાં ટોળાં આ ભવ કે પરભવની મુકિતરૂપ કાશી ન પામી શકે. બહારની ઇન્દ્રિયોને ઉશ્કેરીને લોકો પાસે ધમાલ કરાવવામાં આવે તે તાકાદવાળી કદાપિ ન હોય, સુવ્યવસ્થિત પણ ન હોય. હિંદનો ઉદ્ધાર થવાને જ હોય તો તે ફક્ત નવા હિંદીઓ વડે જ થઈ શકશે, અને તે પણ તેઓ જન્મે તે પહેલાં હેમની જન્મભૂમિ-માતા–ને વિશુદ્ધ કરવાને સતત પ્રયત્ન ચાલુ રહેશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102