Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
ઉદ્દેશ
મહાયુદ્ધ આખા જગતને ખળભળાવી મૂકયું છે. સર્વત્ર રાજકીય, સામાજિક, ધાર્મિક તથા વ્યાપારવિષયક પુનર્વ્યવસ્થા થવા લાગી છે. જૂના પોશાક નવા દેહને બંધબેસતા નથી થતા એવું ભાન સર્વ પ્રજામાં ઉગવા લાગ્યું છે.
હિંદમાં પણ પુનરૂત્થાનની ચર્ચાઓ ચોતરફ થવા લાગી છે,-- હા માત્ર ચર્ચાઓ અને વાતો જ હજી તો થવા લાગી છે, અને તે પણ બહુધા વિતંડાવાદ તરીકે.
હિંદી માનસ (Mentality ) રૂપી ક્ષેત્રને નિયમિત ખાતર આપવાની કાળજી કર્યા સિવાય એમાંથી ઘણું પાક લેવાઈ ચુક્યા હોવાથી એ “જમીન' કસ વગરની બની ગઈ છે, તેથી ગતિશીલતાને બહુધા અભાવ છે.
હિંદનું પુનરૂત્થાન હિંદી માનસને પૂર્ણ પલટ માગે છે, પણ શિક્ષણસંસ્થાઓ અને રાજદ્વારી સંસ્થાઓ માનસ શબ્દને ફક્ત બુદ્ધિના અર્થમાં ગોંધી રાખતી જણાય છે અને ધર્મસંસ્થાઓ હેને માત્ર લાગણુના અર્થમાં ગાંધી રાખતી જણ્ય છે. પરિણામે અર્ધમનુષ્યો” જ પાકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com