Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
૨૬
આર્યધર્મ : લેખક, વા. મ. શાહ આપણા પૂર્વ સન્માનને યેગ્યા હતા અને સર્વત્ર સન્માન પામતા હતા તેથી જ તેઓ “આર્ય” કહેવાતા, સ્ત્રીઓ “આર્યા ” કહેવાતી.
એમનામાં એ પાત્રતા કેવી રીતે પ્રકટી હતી?
હિંદુ ધર્મ તેઓમાં જ્ઞાનશક્તિ તથા ક્રિયાશકિત પ્રકટાવી આપી હતી, જેથી તેઓ—સ્ત્રીઓ તથા પુરુષ સર્વે–પિતાના શરીરને ખિલવી શક્યાં હતાં, બુદ્ધને ખિલવી શક્યાં હતાં અને વ્યક્તિત્વ અથવા ચારિત્રબળને ખિલવી શક્યાં હતાં.
સર્વ દિશાની એ ખિલવટને લીધે એ સ્ત્રી-પુરુષ પરાક્રમી અને તેથી ઉદાર બન્યાં હતાં, પરાક્રમને લીધે તેઓ આખી દુનિયામાં પગપેસારો કરી શકયા હતા અને ઉદાર પ્રકૃતિને લીધે સન્માન પામ્યા હતા.
* આર્ય” અને “આયશબ્દ એમના એ ગુણેને લઈને જ એમને લગાડવામાં આવ્યા હતા.
અને એમનામાં એ ગુણે-જ્ઞાનશકિત તથા ક્રિયાશક્તિ-હિંદુધર્મ પ્રકટાવ્યા હતા.
એ વખતને હિંદુધર્મ વહેતી નદી–જીવતી નદી જ હતઃ બંધીઆર પાણીના ખાબોચીઆ જે ન હતો. જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિના ભંડળ સમાન ત્રષિએ હેટી સંખ્યામાં હતા, જેઓ ધર્મની નદીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com