Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
એ જરૂરીઆતે જ આ હાનું પુસ્તક લખવાની પ્રેરણા કરી છે. નવા તનદુરસ્ત હિંદી ઘડવાને આ પુસ્તકનો આશય છે. લખનાર અંતઃકરણથી ઈચ્છે છે કે દરેક શિક્ષક અને શિક્ષિકા તથા દરેક દંપતી આ પુસ્તક મનનપૂર્વક વાંચે અને પિતાનું તથા પિતાના હાથ નીચેનાં બાળકોનું માનસ ઘડવામાં એ જ્ઞાનને ઉપયોગ કરે. વિચારશક્તિ ખિલવા પામી હેય એવા પ્રત્યેક કુમાર અને કુમારિકાને પણ આ પુસ્તકને કાળજીપૂર્વક અભ્યાસ કરવાને લેખક આગ્રહ કરે છે, અને એને વિશ્વાસ છે કે આસ્તિક તેમ જ નાસ્તિક બન્નેને પિતાના જીવતરના કડીઓ બનવામાં આ પુસ્તક અવસ્ય ઉપયોગી થશે.
ભિન્ન ભિન્ન ધર્મ સંસ્થાઓના અનુયાયીઓ આ પુસ્તકમાં પોતાના ધર્મનાં મૂળતને આબાદ રક્ષાયેલાં જોશે.
તે જ વખતે વળી સાયન્ટીસ્ટ અને સાઈકોલોજીસ્ટ પોતાના દૃષ્ટિબિંદની સલામતી જોઈ શકશે.
ઘાટકેપર (મુંબઈ). દીપોત્સવી, ૧૯૮૭
વા, મે, શાહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com