Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
૩ર
પહેલામાં પહેલી જરૂરીઆત છે અને કામ બરાબર કરી શકવા માટે તો કામ કરનારાઓએ પ્રથમ પિતામાં એ “આરોગ્ય” ઉપજાવવું જોઈશે, તે સિવાય એ “સહમજ' ને ચાલુ પ્રશ્નો પર લાગુ પાડવામાં અને એ રીતે સાચો માર્ગ શોધવામાં ભૂલ જ થવાની. શિક્ષણ ખાતાના વડાઓ ગમે તેટલા વિદ્વાન ભલે હે પણ એમના માનસનાં ચારે અંગે તનદુરસ્ત ન હોય તો શિક્ષણપદ્ધતિ, વાંચનમાળાની યોજના, શિક્ષકોની પસંદગી ઇત્યાદિ બાબતોમાં “સાચા નિર્ણય” નહિ જ થઈ શકવાના. ચારે અંગેની એકતારતા (Harmony) થી બુદ્ધિ પ્રબુદ્ધ (enlightened) બની જે સાચે માર્ગ દેખાડે છે તે કાંઈ નરા બુદ્ધિતત્વથી જ નહિ દેખાય.
તાત્પર્ય કે, આ પ્રાથમિક સત્યના સ્વીકાર અને અનુપાલનથી આખી શિક્ષણ સંસ્થા પલટાઈ જશે, સમાજસંસ્થા પણ પલટાઈ જશે અને એ રસ્તે કામ કરનારાઓમાં નવી અને અતિ મહાન જોખમદારીનું ભાન ઉગશે. તેમાં નવું “ઉંડાણ” અને નવું
ઉંચાણ” પ્રકટશે અને શિક્ષણ વિષયક, સમાજ વિષયક તથા રાજકીય પ્રશ્નોના ખરા ઉત્તરે તે વખતે જ “સૂઝશે.”
એ ઉપર કહેલા માનસનાં ચારે અંગો પૈકીના એકાદ અંગની બીમારીનું જ પરિણામ છે કે એક વર્ગ ધર્મસંસ્થાને જ હમ્બગ કહેવામાં આનંદ માને છે અને એક વર્ગ ધર્મના નામની દરેક ચીજને દરેક બાબતમાં આગળ કરવામાં પવિત્રતા માને છે.
બને વર્ગ એવા છે કે જેઓ ધર્મના “મૂળ” માં ગયા નથી અને એ સંસ્થા–એ “જીવનકલા – શેધનારાઓના છૂપા આશયને પહોંચી શક્યા નથી.
આ લખનારે અડધી સદી જેટલું આયુષ્ય ધર્મ, આધ્યાત્મ, માનસશાસ્ત્રની વિચારણામાં ગુજાર્યું છે, અને તે જ વખતે એમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com