Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
૨૨
જાહેર મિલકત બનાવવા જેટલી સાધુતા કેમ નથી પળાતી ? કૈવલ્ય કે એનાથી અતિ નજીકની સ્થિતિને દાવો કરનારા ય મિલ્કત પરને મેહ કેમ ન છેડી શક્યા ? સાધુ આશ્રમને હલકે પાડી આધ્યાત્મની ખાલી વાતમાં લેકીને ખેંચી જઈ નવા પંથ યુકિતપૂર્વક સ્થાપનારાઓ એકાંતમાં બેસી ત્યાં શું પરાક્રમ કરે છે? આત્મા શબ્દથી તેઓ સમજ્યા જ શું છે ? અક્રિય બેસી રહેવું અને આત્મકલ્યાણ તથા આધ્યાત્મ શાબ્દને જાપ જપવો એ જ બધાને હલકા પાડીને આપવાનું પરમ સત્ય છે કે ? અને એમ જ પોતાની મૂર્તિઓ પૂજાવવાનું અને ગોશાળાનાં ધર ભરવાનું પરમ સત્ય સેવાય છે કે ? જડવિજ્ઞાન અને માનસવિજ્ઞાન પણ નહિ જાણનારાઓ એથી ય અતિ સૂક્ષ્મ પદાર્થનું જ્ઞાન પામી શકતા હશે કે? વેદ અને જૈન શાસ્ત્રોમાં વિશિષ્ટ પુરુષના શરીરવિકાસ તથા બુદ્ધિવિકાસ અને વાણીનું જે વર્ણન આપ્યું છે હેમાનું કશું આ ધર્મધુરંધરે અને ધર્મસ્થાપકોમાં જેવામાં આવે છે કે ? જે લેકે કોઈપણ ધર્મપંથના અગ્રેસર કહેવાય છે તે જ પ્રાયઃ સર્વથી વધુ ધૂd, હરામખાઉ, પ્રપંચી અને ટાખોર કેમ બને છે? આત્મા જ પરમસત્ય છે તો પછી રાં, અપાસરા, મઠ, મદિર વગેરે ધામની, ફડની, અધિકારીઓની જરૂર કેમ પડી ? જેઓ પરમસત્ય પામ્યા હતા એમ કહેવામાં આવે છે તેઓએ તે સત્ય પોતે ન લખતાં બીજાઓ માટેસાક્ષાત્કાર વગરના પાછળનાઓ માટે–તે કામ કેમ રહેવા દીધું ? જેમને નમવા આકાશમાંથી ઈન્દ્રો અને દેવ વિમાન સાથે અહીં આવતા અને સુવર્ણની વૃષ્ટિઓ થતી તેવાઓની હયાતીમાં પણ શા માટે તે ધર્મ હિંદ બહાર ન જઈ શકો અને હિંદમાં ય મુઠ્ઠીભર માણસોમાં જ કેમ ગાંધાઈ રહ્યો ? બધા ધર્મો એમ દાવો કરે છે કે દુનિયાની તમામ વિવાઓ હેમના મહાપુરુષે જ શોધી અને શિખવી હતી તે આજે એક પણ વિદ્યા એક પણું ધર્મના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com