________________
‘સ્થળ સંયોગો સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે ને પરાધીન છે” અર્થાત વ્યવસ્થિતાધીન છે !
ગાડીમાંથી નવ વખત ઊતારી પાડે ને નવ વખત પાછું બેસાડે તો ય મહીં જરા ય પરમાણુ ય હાલે નહીં ત્યાં વ્યવસ્થિતનું જ્ઞાન પૂરેપૂરું પચ્યું ગણાય ! એમ.ડી. કરતાંય અઘરી પરીક્ષા છેને આ ?
જ્ઞાન મળે, શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થાય એટલે કે પરમાત્માપદના માર્ગમાં પેઠા. પછી શુદ્ધાત્મા ગુણ સહીત સંપુર્ણપણે પ્રગટ થાય ત્યારે થયો પરમાત્મા !!!
વ્યવસ્થિતનો એક્કેક્ટ અર્થ એ કે પુદ્ગલમાં હાથ જ નહીં ઘાલવાનો ! અજ્ઞાનતામાં કરેલું તેનું ફળ આજે આવ્યું તે જ્ઞાન કરીને નિકાલ કરી નાખવાનો ! આજે એની જોડે કંઈ લેવાદેવા નથી.
પોતાનાથી (ચંદુભાઈથી) ગમે તેટલું ખરાબ કાર્ય થઈ જાય, અરે, કોઈનું ખૂન થઈ જાય, તો ય પોતાનો આત્મા, શુદ્ધાત્મા તો શુદ્ધ જ છે.
અક્રમ વિજ્ઞાનથી બિલિફ ફરે છે પછી આચરણમાં એની મેળે આવે.
વ્યવસ્થિત સો ટકા સમજાઈ જાય. એના સંપૂર્ણ પર્યાય સમજાઈ જાય તે દહાડે થઈ ગયું હોય ‘કેવળજ્ઞાન' !!!
મહાત્માઓને આત્મા જાણવાનો જણાઈ ગયો હવે રહ્યું વ્યવસ્થિત સંપૂર્ણ સમજવાનું !
(૯) આજ્ઞાથી વ્યવસ્થિત ફરે ? વ્યવસ્થિત શક્તિ પર કોઈનું ય વર્ચસ્વ ના હોય, જ્ઞાનીનું પણ નહીં ! વાવાઝોડું એકદમ આવે તો જ્ઞાનીને પણ ઊડાડી મૂકે ! વ્યવસ્થિત રાગ-દ્વેષ વગરનું છે. સહુ સહુના હિસાબ હોયને તે ચૂકવી દે એટલે જ્ઞાનીથી કોઈનું વ્યવસ્થિત ન ફરે. હાં, એને આધિ-વ્યાધિ-ઉપાધિમાં કાયમી સમાધિ કરાવી આપે.
જ્ઞાનીથી વરાળ રૂપે ને બરફ રૂપેના કર્મો નાશ થઈ જાય, પણ બરફ રૂપે જામી ગયેલાં હોય એ કર્મો તો ભોગવ્યે જ છૂટકો. પણ ભોગવટામાં આખો ય ફેર પડી જાય ! મહીં સમતા રહે.
આપણું જે કર્મ છે તે નક્કી થયેલું હોય છે. તેનાં જ્ઞાનીના આશિર્વાદ કે દેવદેવીઓની ભક્તિ કરીએ એનાથી કંઈ ફેરફાર થાય ? ફેરફાર થાય તે ય વ્યવસ્થિતમાં નક્કી થયેલું તેમાં આવી જાય ! એમ વ્યવસ્થિતમાં ફેરફાર થઈ જ ના શકે.
બધું થયા કરે છે એવું ના બોલાય. પહેલું નિશ્ચય કરવો પડે. ‘ચંદુભાઈ નિશ્ચય કરે ને ‘આપણે’ ‘જોયા’ કરવાનું.
એક્રમમાં ભાવ કે ઈચ્છા કરવાની નથી, નિશ્ચય કરવાનો છે. નિશ્ચયથી ગમે તેવા અંતરાયો તુટી જાય. નિશ્ચયની ખામી છે. નિશ્ચયથી તો મોક્ષના ય અંતરાય તૂટી જાય. જ્ઞાન પછી નિશ્ચય કરવો એ અહંકાર ગણાતો નથી, એ ‘ડિસ્ચાર્જ” અહંકાર છે. પાંચ આજ્ઞા પાળવાનો નિશ્ચય એ પુરુષાર્થ છે !
જ્ઞાતા-દષ્ટા રહે તો વ્યવસ્થિત ફરે ? ગાળ મળવાની ના ફરે પણ ગાળ મળે ત્યારે જ્ઞાન હાજર રહે, ‘હું શુદ્ધાત્મા છું'. ગાળ તો પાટીયાને દે છે, ગાળ દેનારો ય ખરેખર શુદ્ધાત્મા જ છે એટલે એ ગાળ નથી દેતો. એટલે ભોગવટો આખો ઊડી જાય.
જ્ઞાનીની આજ્ઞાથી શું વ્યવસ્થિત ફરે ? ચોક્કસ ફરે. પણ જ્ઞાની આજ્ઞા આપે નહીં, કો’કે વિરલાને એ મળી જાય ? જ્ઞાનીની કૃપા પ્રમાણે વ્યવસ્થિત આવીને ઊભું રહે ! પણ કૃપા મળવી મુશ્કેલ છે.
ગવર્નરની કૃપાથી ફાંસી અટકી જાય તો શું જ્ઞાનીની કૃપાથી કશું બદલાય નહીં ?
જ્ઞાની બીજાને આજ્ઞા આપે એ જ્ઞાનીનો પુરુષાર્થ છે એ વ્યવસ્થિત નથી ! તેથી ફેરફાર થાય. પુરુષાર્થથી પ્રકૃતિ પણ બદલાય ! પુરુષાર્થ શું ના કરી શકે ? જ્ઞાનીની કૃપા વ્યવસ્થિત બદલી શકે, એમનું એવું વચનબળ હોય. પણ એ કૃપા બધાંને ના મળે. કૃપા ઉતરવી સહેલી નથી !
જ્ઞાનીની કૃપા શેનાથી ઊતરે ? એ કંઈ પૈસાથી, સેવાથી કે બીજા કશાથી ના ઊતરે. પરમ વિનયથી ઊતરે. એ પરમ વિનય જ્યાં દેખાય ત્યાં કૃપા ઊતરી જાય ! અને એનાથી એના વિચાર ને વાણીમાં આખો ય ફેરફાર થઈ જાય !
આજ્ઞા મળવી એ વ્યવસ્થિત નથી. આજ્ઞાબળથી વ્યવસ્થિતે ય ઊડી જાય ! પાંચ આજ્ઞા તો બધાંને સરખી હોય પણ સ્પેશિયલ આજ્ઞા હોય તે આખું
24