Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 9
________________ ઘણાને એમ થાય કે જ્ઞાન પછી પ્રકૃતિ નરમ થાય એટલે પછી ઘરનાં કે બહારનાં ગેરલાભ લે. પણ ખરેખર તેવું નથી. કોઈના હાથમાં એવી સત્તા ય નથી. બધું વ્યવસ્થિત છે માટે નિર્ભય થઈને રહેવાનું આપણે તો આપણા શુદ્ધ ઉપયોગમાં જ રહેવાનું, ‘હું શુદ્ધાત્મા જ છું’ બસ. (૬) ક્રમિક - કર્તા : અમ - વ્યવસ્થિત અક્રમ અને અકર્તા એક જ માર્ગ છે. અક્રમમાં અકર્તા હોવો જ જોઈએ. અક્રમ માર્ગ એ રિયલ માર્ગ છે અકર્તા માર્ગ છે અને રિલેટિવ એ કર્તા માર્ગ છે ક્રમિક માર્ગ છે. ક્રમિકમાર્ગ એટલે સ્ટેપ બાય સ્ટેપ ઊંચે ચઢવાનું અને અક્રમ એટલે લિફટમાં ઊંચે ચઢવાનું, ક્રમિક માર્ગમાં ધીમે ધીમે કેટલાય અવતારો પછી દેહાધ્યાસ પાતળો પડતો જાય. ને પાછો ક્યારેક વળી જાડો ય થાય. વળી પાછો પાતળો કરે. એમ કરતાં કરતાં શૂન્યતા પર આવવું પડે. અક્રમમાં તો દેહાધ્યાસ જ્ઞાન મળતાં જ ઊડી જાય છે સંપૂર્ણ !!! એટલે કર્તાપણું સદંતર છૂટી જાય છે ! ક્રમિક માર્ગમાં વ્યવસ્થિત ના સમજાય. કારણ કે ત્યાં છેક સુધી કર્તાપણું હોય. કઢાપો-અજંપો છેક સુધી ના જાય. અક્રમમાં તરત જ બન્ને જાય છે. જેનો કઢાપો અજંપો ગયો તે ભગવાન તરીકે ગણાય. ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી ‘હું કરું છું’ ‘મારે કરવું જ જોઈએ’ એ ના જાય. ‘હું ત્યાગું છું’ એ ના જાય. અક્રમમાં નાટકીય પદ આવે એટલે બોલે એવું જ બધું પણ નાટકની જેમ, વ્યવસ્થિત કર્તા છે એ સમજણમાં રહીને ! અક્રમમાં ચાર્જમોહ, એટલે કે દર્શનમોહ ગયો અને રહ્યો માત્ર ચારિત્રમોહ એટલે કે ડિસ્ચાર્જમોહ. અક્રમમાં જ્ઞાન મળતાં જ સંપૂર્ણ દર્શનમોહ જાય છે જ્યારે ક્રમિકમાં છેક છેલ્લા અવતારમાં એ બધો જાય. ક્રમિકમાં મોક્ષ માટે ઉપાય કર કર કરવાના અને અક્રમમાં ઉપેય પ્રાપ્ત થઈ જાય છે તેથી ઉપાય કરવાના જ રહેતા નથી. ઉપાય કરવામાં કર્તાપદ તે રહે જ પાછું ! અક્રમ જ્ઞાન મળતાં જ પહેલે જ દહાડેથી અકર્તાપદમાં આવી જાય છે. એકાવતારી થઈ શકે એવી બાંહેધરી મળે છે, જો પાંચ આજ્ઞામાં ૭૦ ટકા રહે તો ! ક્રમિકમાં ક્રોધ-માન-માયા-લોભ બધું છોડવાનું, અને અક્રમમાં તો કરોમિ, કરોસિ ને કરોતિ હોય જ નહીં. અક્રમમાં ગજવું કપાયું તો ‘એણે કાપ્યું નથી 19 ને મારું કપાયું નથી' અને ક્રમમાં તો એણે કાપ્યું ને મારું કપાયું. અક્રમ તો વિજ્ઞાન છે, વિજ્ઞાન ! બે જાતના આવરણ ઃ એક સમસરણ માર્ગનું, ને બીજું ક્રિયાનું. સમસરણ માર્ગના આવરણમાં અગિયારમાં માઈલનું આવરણ જુદું હોય ને બારમાનું જુદું હોય. ગતજ્ઞાન અને વર્તજ્ઞાન વચ્ચે સંઘર્ષ સદા ચાલ્યા જ કરે. સમસરણ માર્ગનું આવરણ તૂટે ને કર્મો ખપે તો મોક્ષ થાય. દાદા જ્ઞાન આપે એટલે સમસરણ માર્ગનું આવરણ તોડી આપે છે. પછી કર્મો જુદાં પડી જાય છે. એટલે પછી કર્મો અને સમસરણમાર્ગ વચ્ચેનો આંકડો છૂટી જાય છે. ઇજીન છૂટું પડી જાય પછી ડબ્બો પડી જ રહે ને ! આ અક્રમ વિજ્ઞાન તો કુદરતી ઊભું થયું છે. જગતના લોકોની પુણ્યે જાગી ને પ્રગટયું અક્રમ વિજ્ઞાન, એમ. એમ. પટેલ રૂપી મંદિરમાં ! અક્રમ જ્ઞાન મળ્યા પછી રહે છે આ કર્મોના ગોડાઉનો ખાલી કરવાના. તે આજ્ઞામાં રહીને ય ખપાવી દે. ક્રમિકમાં ઠેઠ સુધી પુદ્ગલ-રમણતા રહે. શાસ્ત્રો વાંચે, ક્રિયાઓ કરે બધું જ પુદ્ગલ રમણતા. આત્મજ્ઞાનીના આશ્રય વિના મોક્ષ નથી. પછી તો જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ ! (૭) વ્યવસ્થિતતા જ્ઞાતતો દુરૂપયોગ ! જગતનું કલ્યાણ કરવું એ ‘વ્યવસ્થિત’ છે, છતાં ય ‘વ્યવસ્થિત છે’ એવું અવલંબન ના લેવાય. એ લક્ષમાં રાખવાનું હોય. એનાથી નુકશાન ના થાય. પણ એવું બોલવું આગળથી એ ગુનો કહેવાય. કો’કને હાર્ટ એટેક આવે ને આપણે સાંભળીએ તો આપણને એમ વિચાર આવે કે મને પણ થશે તો ? ત્યારે ‘વ્યવસ્થિત’ છે કહેવું. હેતુસર વપરાય. આળસુ માણસને સ્હેજે વ્યવસ્થિત વપરાય. પણ ત્યાં દુરૂપયોગ થવાનો સંભવ, કારણ કે એનાથી સ્ટેજે ઠંડક રહે. ‘વ્યવસ્થિત’ છે કરીને કામધંધો છોડીને ઘેર ના બેસી રહેવાય. મનની ઈચ્છા કરતાં ‘વ્યવસ્થિત'ને વધારે મહત્વ આપવું. સંજોગો તો 20

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 155