Book Title: Aptavani 11 U Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 7
________________ ભાવકર્મ એ વ્યવસ્થિત છે ? અજ્ઞાની માટે ભાવકર્મ વ્યવસ્થિત નથી. કારણ અહંકાર ત્યાં ખુલ્લો છે. અક્રમજ્ઞાનમાં જ્ઞાન મળ્યા પછી ભાવકર્મ જ નથી હોતું. ભાવ બે પ્રકારના, એક ભાવ-ભાવ જે સ્વતંત્ર છે ને બીજું દ્રવ્ય-ભાવ જે વ્યવસ્થિતમાં હોય. ભાવ-ભાવ દેખાય નહીં. એમાં નવું કર્મ ચાર્જ થાય. દ્રવ્યકર્મનું ફળ આવતી વખતે નવું ભાવકર્મ પડે. માટે ક્યાંય દોષ થાય કે તરત જ પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવું. અક્રમમાં ભાવને બિલકુલ ઉડાડી દીધો. શુદ્ધાત્મા ભાવથી પર છે. પુદ્ગલ પુદ્ગલનાં સ્વભાવનાં રહેવું જોઈએ. ખાવું, પીવું, સુવું. એ બધો પુદ્ગલનો સ્વભાવ. અને ક્રોધ-માન-માયા-લોભ કરે એ વિભાવ. અક્રમ જ્ઞાનમાં સ્વભાવ ને વિભાવ બન્નેને વ્યવસ્થિત સમજે તો જરા ય વાંધો ના આવે. ‘હું શુદ્ધાત્મા છું’ એ જ એક રાઈટ બિલિફ છે. એ સિવાયની બીજી બધી જ રોંગ બિલિફ છે. પોતાપણું ટક્યું છે શા આધારે ? રોંગ બિલિફોના આધારે ! નિયમ અને વ્યવસ્થિતમાં ફેર શો ? એક જણથી વાંદો ભૂલથી કચડાઈને મર્યો ને બીજાએ કચડી કચડીને મારી નાખ્યો. ખૂન તો બન્નેથી થયું. બન્નેની વાંદીઓને તો સરખો જ રંડાપો આવ્યો. પણ બન્નેને ભોગવવામાં ફેર પડી જાય, એ વ્યવસ્થિતના હિસાબે. નિયમ પ્રમાણે બન્નેને સરખી સજા મળે. બન્નેની મા મરી જાય સજામાં ! પણ જેણે જાણી જોઈને માર્યું તેને બાવીસ વર્ષે મા મરી જાય એટલે એને જાણીને દુઃખ ભોગવવાનું આવે અને અજાણતા મર્યો તેની મા બે વર્ષની વયે મરી જાય એટલે એને અજાણતામાં ભોગવાઈ જાય ! આ રીતે નિયમ અને વ્યવસ્થિતમાં ફેર પડે છે. જગત નિયમથી ચાલે છે ને પાછું વ્યવસ્થિતે ય છે. !! કુદરત નિયમવાળી જ હોય છે, પણ મનુષ્યો એને નિયમની બહાર કરી નાખે છે ! પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, ‘અમે પણ વ્યવસ્થિતના નિયમને આધીન હોઈએ. પણ અંદરથી સ્વતંત્ર હોઈએ. તે કડવું ફળ આવે તેને મીઠું કરતાં આવડે, અંદરથી જ !' જેને જેવું જ્ઞાન મળે તેવી રીતે એ ચાલ્યો જાય, અને જો સવળું જ્ઞાન મળે તો તેવું ચાલે. જગતનું અધિષ્ઠાન જ્ઞાન જ છે. દાદાશ્રી 15 આ સૂત્રને સમજાવતાં પૂજ્યશ્રી કહે છે. જ્ઞાન હોય તે પ્રમાણે ક્રિયા થાય. દાદરના રસ્તાનું જ્ઞાન હોય તો તે પ્રમાણે જવાય. જ્ઞાન ના હોય તો ગમે તેટલા હાથ પગ ચલાવે તો ય કશું વળે નહીં. જ્ઞાનીઓના કહેલા જ્ઞાન પ્રમાણે ચાલે તો સંસાર વિરમી જાય ને જગતના જ્ઞાન પ્રમાણે ચાલે તેનું ફળ સંસાર પરિભ્રમણ. જ્ઞાનીએ આપેલું જ્ઞાન તે રિયલ જ્ઞાન કહેવાય ને અજ્ઞાનીઓનું આપેલું જ્ઞાન તે અજ્ઞાન કહેવાય. અંતે તો બેઉ જ્ઞાન જ છે. જ્ઞાનનું ફળ મોક્ષ ને અજ્ઞાનનું ફળ સંસાર છે. માટે જ્ઞાનને જગતનું અધિષ્ઠાન કહ્યું ! જગતનું અધિષ્ઠાનવાળું વિશેષજ્ઞાન છે, વિભાવિક જ્ઞાન છે અને આત્માનું સ્વભાવિક જ્ઞાન, અનંતજ્ઞાનવાળું છે ! સ્વભાવિક જ્ઞાન છે તો અજ્ઞાન ઊભું થયું ! અહંકારવાળું જ્ઞાન તે અજ્ઞાન અને એ જ આ સંસારને ચલાવનારું છે ! (૫) વ્યવસ્થિત-જીવન વ્યવહારમાં ! ‘વ્યવસ્થિત’ ના જ્ઞાન પર શંકા એટલે વ્હોરવું મહાદુ:ખ ! સવારે ઊઠાયું તો માનવું કે વ્યવસ્થિતનો મહાન ઉપકાર કે જીવતાં છીએ આપણે ! માટે મોક્ષનું કામ કાઢી લો. અતિથિ આવ્યા કટાણે, તો સમજી જાઓ ‘વ્યવસ્થિત’ છે ! પછી ક્યારે જશે કરીને આર્તધ્યાન કરવાની જરૂર નથી. વ્યવસ્થિત પ્રમાણે જશે જ. કોઈ નવરૂં નથી આપણે ઘેર પડી રહેવા માટે. અક્રમ જ્ઞાન મળ્યા પછી ઘણાંને પ્રશ્ન થાય કે કંઈ ખોટું થાય તો તે ઉદયકર્મથી થયું કે આપણે નવું કર્મ ઊભું કર્યું ? પૂજ્યશ્રી એનો જવાબ આપતાં કહે છે, તમે કર્તા છો એ માનો છો ? ના. તો કર્તાપદનો અહંકાર ઊડી ગયો. માટે નવું કર્મ હવે બંધાતું નથી. હવે ભોક્તાપદનો અહંકાર માત્ર રહ્યો. ખીસું કપાય ત્યારે કહી દેવું કે ‘વ્યવસ્થિત’ છે ! પરમાણુ એ પરમાણુનો હિસાબ વ્યવસ્થિત છે ! દાદાશ્રી કહે છે, તમે તમારું કામ કર્યે જાવ, એક ચિંતા નહીં થાય, આ વ્યવસ્થિતની આજ્ઞામાં રહેવાથી ! ધાર્યું કરાવવાની કુટેવ કેટલાંને નહીં હોય ? અને આપણું ધાર્યું કેટલું થાય છે ? ધાર્યું ના થાય ત્યારે શી હાલત થાય મહીં ? કેવો ભોગવટો આવે ? 16Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 155