Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 8
________________ ગુનેગારનો પ્રતિકાર કરવો એ વ્યવસ્થિત છે ? હા, એ છે તો વ્યવસ્થિત પણ આપણે જ્ઞાનમાં રહીને પ્રતિકાર અને પ્રતિકાર કરનાર અને સામું નિમિત્ત બધાંયને જુદા રહીને ‘જોવાનું છે. ગુનો કરનારે દોષ કર્યો પણ તેને દોષીત ના જોવાય. વાણી, વર્તન ને વિચાર વ્યવસ્થિતને આધીન છે. એટલે કે પર ને પરાધીન છે, એટલે એની અસર ના થાય. વાણી એ ટેપરેકર્ડ છે, કોઈ બોલનારો નથી. ગાળો ભાંડે તે ય રેકર્ડ બોલે છે. શબ્દો જોડે આપણે કંઈ લેવા દેવા નથી. ‘હું તો કેવળજ્ઞાન સ્વરૂપ છું.' જ્ઞાનને શું લાગે કે વાગે ? વીતરાગને શું અડ કે નડે ? પ્રયોગમાં હાથ ઘાલે તે દઝાય, જોનાર થોડો દઝાય ? - સંપૂજ્ય દાદાશ્રી સંપૂર્ણ વીતરાગતામાં વર્તતા સદાય. મોટા કરોડપતિ હોય કે ગમે તેવો ગરીબ હોય તો ય એમની દષ્ટિ બદલાયેલી ક્યારે ય ક્યાં ય જોવા ના મળે ! બન્ને વખતે સરખી જ વીતરાગતા. તેથી તો તેમના દર્શન સદાય એક સરખાં જ બધાને થાય ! આપણું ધાર્યું થાય છે કે વ્યવસ્થિતનું ધાર્યું થાય છે ? ‘વ્યવસ્થિત' છે સમજાય ત્યાં રાજીખુશીથી જે બન્યું તે સ્વીકાર્ય થશે. આ તો બુદ્ધિ સ્વીકારવા ના દે જે બન્યું તેને એ વિપરીત બુદ્ધિ ! ‘વ્યવસ્થિત'ના જ્ઞાન આગળ બુદ્ધિ બંધ થાય ! અપેક્ષાની અસરો શું ? અપેક્ષા પૂરી થાય નહીં તો દુઃખ થાય. ત્યાં અંતરતપ કરવાનું. મોક્ષનો ચોથો પાયો, જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ, એ તપને કેમ ઊખાડી દેવાય ?! આત્મા પ્રાપ્ત થયા પછી તો જેટલું તપ આવવાનું હોય તે આવો. હવે ગભરાય એ બીજા. આપણે ના ગભરાઈએ કદિ ! દાદાનો વિરહો એ ય અંતરતા છે. વિરહાગ્નિ સંસારના મોહને બાળીને ભસ્મીભૂત કરી નાખે ! એવો ઉપયોગી વિરહો મળતો હોય તો તેનો લાભ કેમ ના ઊઠાવવો અંતર તપ કરીને ?! પૂજયશ્રી કહે છે કે અમારી પાસે આવો તે વિજ્ઞાનને ઊખેડીને ના આવો. અહીં આવવા ના મળે તો અંતરતપ કરીને સમભાવે નિકાલ કરો પણ કષાય ના કરો કે આપણા લીધે બીજાને ય કષાય ના થવા દો. શુદ્ધાત્મા થયા એટલે નીલકંઠી ખાનદાન થયા. ઝેર પીવાનાં આવે તો લોકો રડી રડીને પીવે. ને નીલકંઠી ખાનદાન હસતે મુખે ઝેર પીવે ! અરે, ઉપરથી આશિર્વાદ આપે પાનારને ! અને જેટલા પ્યાલા પીવાના આવે છે તે કંઈ વ્યવસ્થિતની બહાર હશે ? મન ખેંચા ખેંચ કરે તો તેને જુદું રાખીને જોયા કરવું. મન પાતળું હોય તો ઝાવાદાવા કરે. તેનું પ્રતિક્રમણ કરી લેવું. વ્યવસ્થિતનું જ્ઞાન હાજર ત્યાં લાગે ફીયરને ફાયર ! ‘વ્યવસ્થિત’ નું જ્ઞાન એવું છે કે ગુંચવાડા, ભય, ટેન્શન, ચિંતા મુક્ત રાખે. વર્તમાનમાં રાખે. ભૂત કે ભવિષ્યના ગુંચવાડામાં અટવાઈ ના જવાય. તેથી કામ કરવાની એફિસિયન્સી (શક્તિ) વધી જાય છે. ઓફિસમાં આઠ કલાકનું કામ બે ત્રણ કલાકમાં જ પતી જાય ! બહેનો પણ ઝટપટ પતાવી દઈ શકે ઘરકામ. વ્યવસ્થિત સાચું કે જ્યોતિષ સાચું ? કોઈ જ્યોતિષ કહેશે કે તમારી લાઈફમાં ઘાત છે. ત્યારે આપણે કહીએ કે એક તો શું ચાર ઘાત હોય તો ય તેનો મને વાંધો નથી. ‘વ્યવસ્થિત'ના હાથમાં છે, જ્યોતિષના હાથમાં નહીં. આ હાથ ઊંચો કર્યો તે ય વ્યવસ્થિતને તાબે છે, આટલેથી સમજી જાવ ને ! દાદાશ્રી કહે છે, અમે સંપૂર્ણ વ્યવસ્થિતને આધીન રહીને જીવીએ. આ ‘દાદા' પોટલાની જેમ રહે. લોકો જ્યાં ઊપાડી જાય ત્યાં તે જાય ! વ્યવસ્થિતને આધીન વ્યવહાર તે શુદ્ધ વ્યવહાર પણ તેમાં “આપણે” ડખો કરીએ તો તે થયો અશુદ્ધ ! કર્મો ખપાવ્યા વગરનાં હોય તેથી ડખો થઈ જાય. ત્યાં પા કલાક બેસીને “આપણે” “ચંદુભાઈ’ને ઠપકો આપવો પ્રતિક્રમણ કરાવવાં. મહિના સુધી ઠપકો આપ આપ કરે દરરોજ તો ડખો બધો બંધ થઈ જાય. ‘ચંદુભાઈ’ સવળા ચાલે તો ‘આપણને ય રાહત ને ? સંસાર વ્યવહાર બધો વ્યવસ્થિત ચલાવી લે છે એમાં આપણે કશું કરવાનું રહેતું જ નથી. રાત્રે ખીચડી ખઈને સુઈ ગયા તો તેને પચાવવા આપણે કશું કરવું પડે છે ? મહીંનું બધું એની મેળે ચાલે છે તો બહાર શું એની મેળે નહીં ચાલે ? પણ આ તો બહારની જાગૃતિ છે એટલે ડખો કર્યા વિના નથી રહેતો, મહીં ખબર નથી તેથી બધું ચાલે છે એની મેળે ! આ કોઈ કશું બોલે તો તેનું લઘુત્તમ કાઢયું? એનું લઘુત્તમ કાઢી નાખો. જગત આખું વ્યવસ્થિત છે. માટે કોઈને ખોટો કહેવાનો રહેતો જ નથી. વ્યવસ્થિતનો અર્થ જ એ કે જગતમાં કોઈ દોષિત છે જ નહીં. જગત આખું નિર્દોષ જ છે !

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 155